WTC FINAL: ભારત એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ ભારત કેવી રીતે પહોંચી શકશે WTC ફાઇનલમાં સમજો રમતની આંટીઘૂંટી

WTC Final 2025 Qualification: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમ ડબલ્યુટીસી પોઇન્ટ ટેબલમાં ત્રીજા નંબરે પહોંચી ગઇ હતી.

India WTC Final 2025 Qualification: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રવિવારે (8 ડિસેમ્બર) એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે પિંક બોલ ટેસ્ટ હારવાને કારણે ડબલ્યુટીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025 ની ફાઇનલ માટે ક્વોલિફાય થવાની ભારતની સંભાવનાને મોટો ફટકો પડ્યો છે. ભારતની સ્કોર ટકાવારી (પીસીટી) 61.11થી ઘટીને 57.29 થઈ હતી.

આ સાથે રોહિત શર્માની ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા કરતાં પણ નીચે આવી ગઈ હતી. આ સીરિઝમાં સુધારો કરવા અને સતત ત્રીજી ડબ્લ્યુટીસી ફાઇનલ માટે ક્વોલિફાય થવા માટે ભારત પાસે માત્ર ત્રણ વધુ ટેસ્ટ હશે. ન્યુઝીલેન્ડ સામે તેની જ ભૂમિ પર 0-3થી વ્હાઈટવોશ કર્યા બાદ બે મહિનામાં ચોથી હાર બાદ આ પડકાર વધુ મુશ્કેલ બન્યો છે.

ભારત ઓસ્ટ્રેલિયા થી આગળ નીકળી શકશે

ઓસ્ટ્રેલિયાનો પીસીટી વર્તમાન ડબ્લ્યુટીસી ચક્રમાં તેમની નવમી જીત સાથે 57.69 થી 60.71 પર પહોંચી ગયો છે. જેના કારણે તેઓ બીજા સ્થાને રહેલા દક્ષિણ આફ્રિકા (59.26)થી આગળ નીકળી ગયા છે. સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચનો સિલસિલો જારી રહ્યો છે. આ મેચ જીતીને સાઉથ આફ્રિકા ડિફેન્ડિંગ ચેમ્પિયનને પાછળ છોડી શકે છે.

ભારત હવે કેટલી હાર સહન કરી શકશે

ભારત અન્ય પર આધાર રાખ્યા વિના ડબ્લ્યુટીસી 2025 ની ફાઇનલ માટે ક્વોલિફાય થવા માટે તેની બાકીની 3 મેચોમાં એક પણ હાર પરવડી શકે તેમ નથી. આ ઉપરાંત ભારત મહત્તમ એક ડ્રો અને બે મેચ જીતીને 60.52ના પીસીટી સાથે વર્તમાન ચક્ર પૂરું કરી શકે છે. સતત ત્રણ જીત સાથે, રોહિત એન્ડ કંપની 64.05 પીસીટી પર 146 પોઇન્ટ એકત્રિત કરી શકે છે. આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાની ટીમ તેમને પાછળ છોડી શકશે નહીં. આ માટે ભારતે ડિફેન્ડિંગ ડબલ્યુટીસી ચેમ્પિયન સામે 3-2થી શાનદાર જીત મેળવવી પડશે

આ પણ ખાસ વાંચો:

ભારતનું WTC ફાઈનલ સુધી પહોંચવાનું ગણિત

જો ભારત ઓસ્ટ્રેલિયાને 3-2થી હરાવે છે તો તેના 134 પોઇન્ટ અને 58.77 પીસીટી થઇ જશે. આ પછી ઓસ્ટ્રેલિયાને શ્રીલંકામાં બે ટેસ્ટ સીરિઝ રમવાની છે. ઓસ્ટ્રેલિયા પાસે વધુમાં વધુ 126 પોઇન્ટ અને 55.26 પીસીટી હોઇ શકે છે. ઉપરાંત, દક્ષિણ આફ્રિકા શ્રીલંકા અને પાકિસ્તાન સામેની તેની બાકીની ઘરઆંગણાની મેચમાંથી ત્રણ જીત સાથે તેની પીસીટીને 69.44 પર લઈ જઈ શકે છે.

જો ભારત ઓસ્ટ્રેલિયાને 3-1થી હરાવે છે તો તેના 138 પોઈન્ટ અને 60.52 પીસીટી થઈ જશે. ત્યારબાદ શ્રીલંકામાં બંને મેચ જીત્યા બાદ પણ ઓસ્ટ્રેલિયા માત્ર 57 પીસીટી સુધી જ પહોંચશે. કાંગારુની ટીમ રેસમાંથી બહાર થઈ જશે.

જો ઓસ્ટ્રેલિયા સાથે શ્રેણી 2-2થી ડ્રો થાય તો ભારતના 126 પોઈન્ટ અને 57.01 પીસીટી થઈ જશે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા શ્રીલંકાને શ્રેણીમાં હરાવીને 130 પોઇન્ટ સુધી પહોંચી શકે છે. ભારત ડબ્લ્યૂટીસી ફાઇનલની રેસમાંથી બહાર થઇ શકે છે. સંપૂર્ણ સમીકરણ જાણવા માટે ક્લિક કરો.

રેન્કટીમમેચકુલ અંકમેળવેલ અંકપીસીટી
રમીજીતહારડ્રો
1ઓસ્ટ્રેલિયા1494116810260.71
2દક્ષિણ આફ્રિકા95311086459.26
3ભારત1696119211057.29
4શ્રીલંકા105501206050
5ઇંગ્લેન્ડ21119125211444.44
6ન્યૂઝીલેન્ડ136701566944.23
7પાકિસ્તાન104601204033.33
8બાંગ્લાદેશ124801444531.25
9વેસ્ટ ઇન્ડીઝ112721323224.24

Leave a Comment