Sim Card and WhATSAPP NEWS: દેશમાં ડિજિટલ અરેસ્ટ સહિત સાયબર ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર સાયબર ગુનેગારો સામે આકરાં પગલાં લઈ રહી છે. સરકારે કહ્યું કે, ગૃહમંત્રાલયના એકમ ઈન્ડિયન સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટર (14સી)એ દેશના નાગરિકો સાથે ડિજિટલ છેતરપિંડીમાં વપરાયેલા 59000થી વધુ વોટ્સએપ એકાઉન્ટ્સ અને 1700થી વધુ સ્કાયપે આઈડી બ્લોક કરી દીધા છે.
ગૃહ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી બંદી સંજયકુમારે જણાવ્યું હતું કે, ગૃહમંત્રાલયના એકમ ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન (14સી)એ વર્ષ 2021માં સિટિઝન ફાઈનાન્સિયલ સાયબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ લોન્ચ કરી હતી, જે સાયબર છેતરપિંડી કરનારાઓ દ્વારા નાણાંની ઊચાપતને રોકવા માટે નાણાકીય છેતરપિંડીના તાત્કાલિક રિપોર્ટિંગની સુવિધા પૂરી પાડે છે. આ સિસ્ટમની મદદથી ૯.૯૪ લાખથી વધુ ફરિયાદોમાં અંદાજે રૂ. 3431 કરોડથી વધુના ભંડોળની ઊચાપત અટકાવી શકાઈ છે.
આ પણ ખાસ વાચો:
- IPO પ્રોપર્ટી શેર REIT: Property Share REIT IPO આજે ખુલશે 350 કરોડ રૂપિયાનો IPO, રોકાણ કરતા પહેલા જાણી લો આ 10 મહત્વની બાબતો
- Bank Holiday: ડિસેમ્બરમાં 17 દિવસ બેંકો રહેશે બંધ, રજાની તારીખો જાણીલો નહીં તો અટવાઈ જશે તમારા કામકાજ
કુમારે કહ્યું કે, દેશમાં 15 નવેમ્બર 2024 સુધીમાં પોલીસ દ્વારા રિપોર્ટ કરાયેલા 6.69 લાખથી વધુ સીમ કાર્ડ્સ અને 1.32 લાખ આઈએમઈઆઈ સરકારે બ્લોક કર્યા છે. ડિજિટલ છેતરપિંડી સહિતના સાયબર ગૂનાઓ રોકવા માટે કેન્દ્ર સરકાર અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સે એવી સિસ્ટમ વિકસાવી છે, જે મોબાઈલ વપરાશકારોને થતા બનાવટી આંતરરાષ્ટ્રીય કોલ્સને ઓળખી કાઢે છે.
દેશના નાગરિકોને સાયબર ગૂનાનો શિકાર બનાવવા માટે વિદેશમાંથી આવતા કોલ્સ જાણે ભારતમાંથી આવતા હોય તેવું દર્શાવાતું હોય છે. સાયબર ગુનેગારો દ્વારા નકલી ડિજિટલ ધરપકડ, ફેડએક્સ કૌભાંડો માટે આ પ્રકારના બનાવટી કોલ્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
તેમણે ઉમેર્યું કે, નકલી આંતરરાષ્ટ્રીય કોલ્સને બ્લોક કરવા માટે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને નિર્દેશો અપાયા છે. વધારામાં 14સીમાં અત્યાધુનિક સાયબર ફ્રોડ મિટિગેશન સેન્ટરની પણ સ્થાપના કરાઈ છે, જ્યાં મોટી બેન્કો, નાણાકીય સંસ્થાઓ, પેમેન્ટ એગ્રેગેટર્સ, ટીએસપી, આઈટી ઈન્ટરમીડિયરીસ અને રાજ્ય તથા કેન્દ્રની કાયદાકીય એજન્સીઓના પ્રતિનિધિઓ સાયબર ગુનામાં તાત્કાલિક કાર્યવાહી અને અવરોધ રહિત સહકારની ખાતરી કરે છે. ૧૪સી દ્વારા બેન્કો અને નાણાકીય સંસ્થાઓના સહયોગથી ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ સાયબર ગૂનેગારોને ઓળખી કાઢવા માટે શંકાસ્પદ રજિસ્ટ્રી લોન્ચ કરાઈ છે.