Ranya Rao: 1 વર્ષમાં રાન્યા રાવ 30 વાર દુબઈ ગઈ જાણો કેવી રીતે 12 થી 13 કિલો સોનુ છુપાવીને લાવતી હતી

Ranya Rao: રાન્યા રાવે 1 વર્ષમાં તેણે 30 વખત દુબઈની ટ્રીપ કરી હતી. કથિત રીતે એવું પણ સામે આવ્ચું છે કે તે દરેક ટ્રીપથી લગભગ 12 થી 13 લાખ રુપિયા કમાતી હતી

Ranya Rao કન્નડ અભિનેત્રી

સોનાની તસ્કરી મામલે કન્નડ અભિનેત્રી અને સિનિયર આઈપીએસની સાવકી દીકરી રાન્યા રાવની ધરપકડ કરાઈ છે. તેના ઘરેથી પણ મોટી માત્રામાં સોનુ અને પૈસા મળ્યા છે. એવું પણ સામે આવ્ચું છે કે 1 વર્ષમાં તેણે 30 વખત દુબઈની ટ્રીપ કરી હતી અને દરેક વખતે તે મોટી માત્રામાં સોનુ છુપાવીને લાવી હતી.

1 વર્ષમાં 30 વખત દુબઈ ગઈ

ઈન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર DRI ના ટાંકીને લખ્યું છે કે 33 વર્ષની રાન્યા રાવ 15 દિવસમાં 4 વાર દુબઈ ગઈ હતી અને 1 વર્ષમાં 30 વખત દુબઈ ગઈ હતી. જેના લઈને તેના પર શંકા ગઈ હતી. કથિત રીતે એવું પણ સામે આવ્ચું છે કે તે દરેક ટ્રીપથી લગભગ 12 થી 13 લાખ રુપિયા કમાતી હતી. તેને એક કિલો સોનાની તસ્કરી માટે 1 લાખ મળતા હતા.

શરીરમાં છુપાવીને લાવતી હતી સોનુ

એવા પણ અહેવાલો છે કે જ્યારે પણ તે દુબઈથી બેંગલુરુ પાછી આવતી હતી ત્યારે તે શરીર પર ભારે માત્રામાં ઘરેણાં પહેરેલી જોવા મળતી હતી. જ્યારે તેને એરપોર્ટ પર ધરપકડ કરાઈ ત્યારે તેણે કપડામાં સોનું છુપાવ્યું હતું. તે તેના શરીરના કમર, જાંઘ પર સોનું ચોંટાડીને દુબઈથી અહીં લાવતી હતી.

રાન્યાના ઘરેથી પણ સોનું અને પૈસા મળ્યા

રાન્યા રાવની ધરપકડ બાદ તેના બેંગલુરુ સ્થિત ઘરની પોલીસે તપાસ કરી હતી. તેના ઘરમાંથી 2.06 કરોડ રુપિયાના ઘરેણાં અને 2.67 કરોડની રોકડ રકમ મળી હતી.

રાન્યાનો તસ્કરી માટે બ્લેકમેઈલ કરાયાનો દાવો

પુછપરછમાં રાન્યા રાવે એવો દાવો કર્યો છે કે તેને સોનાની તસ્કરી કરવા માટે બ્લેકમેઈલ કરવામાં આવી હતી. આ સાથે જ પોલીસે બસવરાજ નામના કોન્સ્ટેબલની પણ ધરપકડ કરવામાં આવી છે.

Leave a Comment