Pushpa 2 : ‘પુષ્પા 2: ધ રૂલ’ના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 5 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે, પરંતુ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ચાહકો માટે એક નિરાશાજનક સમાચાર છે. ફિલ્મ દુનિયાભરના સિનેમાઘરોમાં આવી જશે, પરંતુ જો તમે વિચારી રહ્યા હોવ કે તમે 3D વર્ઝનમાં ફિલ્મનો આનંદ માણશો તો તમારે તેની રાહ જોવી પડશે. એટલે કે અત્યારે આ ફિલ્મ 2Dમાં રિલીઝ થશે.
પુષ્પા 2 આવતીકાલે એટલે કે 5મી ડિસેમ્બરે 3Dમાં રિલીઝ થઈ રહી નથી. તેનું માત્ર 2D વર્ઝન જ રિલીઝ થશે. આ ઉપરાંત, નિર્માતાઓએ કહ્યું છે કે ફિલ્મના હિન્દી સંસ્કરણના શો 4 ડિસેમ્બરની રાત્રે ચાલશે નહીં. મતલબ કે જે લોકો હિન્દી વર્ઝનમાં ફિલ્મનો મિડનાઈટ શો માણવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા, હવે તેમના તમામ પ્લાન બરબાદ થઈ ગયા છે.
પુષ્પા 2 નું 3D વર્ઝન એક અઠવાડિયા પછી કેમ?
બોલિવૂડ હંગામાએ એક સ્ત્રોતને ટાંકીને કહ્યું છે કે, પુષ્પા 2નું 3ડી વર્ઝન હજી તૈયાર નથી. તેથી, ફિલ્મના નિર્માતાઓએ આ અઠવાડિયે 3Dમાં ફિલ્મની રિલીઝને રોકવાનો નિર્ણય લીધો છે. તો 5 ડિસેમ્બરે આ ફિલ્મ દેશ અને દુનિયાની અલગ-અલગ ભાષાઓમાં માત્ર 2D વર્ઝનમાં જ બતાવવામાં આવશે. નિર્માતાઓએ હવે આગામી શુક્રવારે એટલે કે 13મી ડિસેમ્બરે પુષ્પા 2નું 3ડી વર્ઝન રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. સમાચાર છે કે ત્યાં સુધીમાં 3D પ્રિન્ટ તૈયાર થઈ જશે.
આ પણ ખાસ વાચો:
- IPO પ્રોપર્ટી શેર REIT: Property Share REIT IPO આજે ખુલશે 350 કરોડ રૂપિયાનો IPO, રોકાણ કરતા પહેલા જાણી લો આ 10 મહત્વની બાબતો
- WHATSAPP: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકોWhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?
લોકોએ અગાઉ 3D બુકિંગ કરાવ્યું હતું
બોલિવૂડ હંગામાએ મલ્ટીપ્લેક્સ મેનેજરને ટાંકીને કહ્યું કે, ‘અમે ‘પુષ્પા 2: ધ રૂલ’ના કેટલાક શો 3Dમાં ચલાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતા. પરંતુ આજે અમને 3D રિલીઝમાં વિલંબ વિશે જાણ કરવામાં આવી હતી. હવે, અમે તે શોને 2Dમાં ચલાવીશું.’ મેનેજરે વધુમાં કહ્યું કે 3Dની ફીના કારણે આ વર્ઝનમાં પણ વિલંબ થઈ રહ્યો છે. પ્રેક્ષકોએ આ માટે પહેલેથી જ બુકિંગ કરાવ્યું હતું અને હવે તેમને તે ફી પરત કરવી પડશે.
ટિકિટની પ્રાઇઝ ફાઇનલ
અલ્લુ અર્જુનની ફિલ્મ ગુરુવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે, પરંતુ આંધ્ર પ્રદેશમાં તેના વિશેષ પ્રીવ્યૂ શો બુધવારે, 4 ડિસેમ્બરે રાત્રે 9:30 વાગ્યે શરૂ થશે. આ પ્રીમિયર શો માટે, સિંગલ સ્ક્રીન અને મલ્ટિપ્લેક્સ બંનેમાં મૂવી ટિકિટની કિંમત 944 રૂપિયા (જીએસટી સહિત) નક્કી કરવામાં આવી છે. તેલંગાણામાં, અલ્લુ અર્જુનની ફિલ્મના પ્રીમિયર શો (બુધવાર) માટે ટિકિટની કિંમત વધારીને 1200 રૂપિયા અને સિંગલ સ્ક્રીન માટે 354 રૂપિયા અને મલ્ટિપ્લેક્સમાં રિલીઝના બીજા દિવસોમાં 531 રૂપિયા કરવાની મંજૂરી આપવામાં આવી છે. ‘પુષ્પા 2’ તેલુગુ, હિન્દી, તમિલ, કન્નડ, બંગાળી અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે