IRSO : IRSOનું મોટું લોન્ચિંગ થયું રદ, જાણો શું છે કારણ? કેમ મહત્વનું છે આ મિશન?

IRSO:યૂરોપિયન સ્પેસ એજન્સી (ESA)ના પ્રોબા-3 (PROBA-3) સેટેલાઇટમાં ખામી જોવા મળતા ISROએ સેટેલાઇટનું લોન્ચિંગ રદ કરી દીધું છે. હવે લોન્ચિંગ 5 ડિસેમ્બર 2024ના રોજ સાંજે ચાર વાગ્યેને 12 મિનિટે થશે. લોન્ચિંગ શ્રીહરિકોટાના સતિશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ એક પરથી PSLV-XL રોકેટ દ્વારા થનાર હતું. હાલ ઇસરો અને યૂરોપિયન સ્પેસ એજન્સી બંનેએ જણાવ્યું છે કે, સેટેલાઇટમાં કોઈ ખામી સર્જાઈ છે.

PROBA-3 યૂરોપીયન અવકાશ એજન્સી (ESA)નું મિશન છે. PROBA-3 મિશન સૂર્યના કોરોનાનો અભ્યાસ કરશે. ESA અનુસાર ‘PROBA-3’ મિશન સૂર્ય અને પરિમંડળની સૌથી બહારની અને સૌથી ગરમ સપાટીનો અભ્યાસ કરશે. સૂર્યની બહારના એટમોસ્ફિયરને સૂર્યનું કોરોના કહેવામાં આવે છે.

આ મિશનમાં ISROની વાણજ્યિક શાખા ન્યૂસ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL) સહિયોગ કરી રહી છે. ISRO આ પહેલા પણ બે પ્રોબા મિશન લોન્ચ કરી ચૂક્યુ છે. પહેલા 2001માં PROBA-1 લોન્ચ કર્યું હતુ. બીજું 2009 માં PROBA-2 મિશન લોન્ચ કર્યું હતુ. બંને મિશનમાં ISROને સફળતા મળી હતી.

આ પણ ખાસ વાંચો:

પ્રોબા-3 મિશન બે મેન સ્પેસક્રાફ્ટ દ્વારા લોન્ચ થશે. પહેલું Occulter છે, જેનો વજન 200 કિલોગ્રામ છે. બીજુ સ્પેસક્રાફ્ટ Coronagraph છે. જેનો વજન 340 કિલોગ્રામ છે. લોન્ચિંગ બાદ બંને સેટેલાઇટ અલગ થઈ જશે. ત્યાર બાદ સોલર કોરોનાગ્રાફ બનાવવા માટે તેને એક સાથે પોઝિશન કરવામાં આવશે.

પ્રાબા-3 મિશન યૂરોપના ઘણાં દેશોનો એક પાર્ટનરશિપ પ્રોજેક્ટ છે. આ દેશોના સમૂહમાં સ્પેન, પોલેન્ડ, બેલ્જિયમ, ઇટલી અને સ્વટ્ઝરલેન્ડ સામેલ છે. આ મિશનમાં આશરે 200 મિલિયન યૂરોનો ખર્ચ થયો છે. પ્રોબા-3 મિશન બે વર્ષ સુધી ચાલશે. આ મિશનની ખાસ વાત છે કે તેના દ્વારા પહેલી વાર અવકાશમાં પ્રિસિજન ફોર્મેશન પ્લાઇંગને ટેસ્ટ કરવામાં આવશે. તે અંતર્ગત એક સાથે બે સેટેલાઇટ ઉડાન ભરશે. આ સેટેલાઇટ સતત એક જ ફિક્સ ફોન્ફિગ્રેશનને મેન્ટેન કરશે.

Leave a Comment