IPL Auction 2025: જેદ્દાહમાં 10 ફ્રેન્ચાઈઝીએ 2 દિવસમાં ખર્ચ્યા કરીયા 640 કરોડ રુપિયા, 182 ખેલાડીઓની કિસ્મત ચમકી

IPL 2025 પહેલા સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાયેલી મેગા ઓક્શન હવે સમાપ્ત થઈ ગઈ છે. 2 દિવસ સુધી ચાલેલી આ હરાજીમાં 10 ફ્રેન્ચાઈઝીએ ભારે ખરીદી કરી હતી.

IPL Auction 2025: IPL 2025ની 18મી સિઝન પહેલા સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાયેલી મેગા ઓક્શન હવે પુરી થઈ ગઈ છે. 2 દિવસ સુધી ચાલેલી આ હરાજીમાં 10 ફ્રેન્ચાઈઝીએ 639.15 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. મેગા ઓક્શનમાં કુલ 182 ખેલાડીઓ વેચાયા હતા. જેમાં 62 વિદેશી ખેલાડીઓ પણ સામેલ છે. ગુજરાત, પંજાબ અને ચેન્નાઈ સુપર કિંગ્સે 25-25 ખેલાડીઓ ખરીદ્યા

IPL Auction 2025

182 ખેલાડીઓની ખરીદી થઇ

તમામ ટીમોએ 2 દિવસમાં 639.15 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. હરાજીમાં કુલ 182 ખેલાડીઓ વેચાયા હતા. જેમાં 62 વિદેશી ખેલાડીઓ પણ સામેલ છે. ગુજરાત ટાઇટન્સ, પંજાબ કિંગ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સે 25-25 ખેલાડીઓ ખરીદ્યા હતા. જ્યારે હૈદરાબાદે માત્ર 20 ખેલાડીઓ ખરીદ્યા છે

પ્રથમ દિવસે 72 ખેલાડીઓ વેચાયા હતા

હરાજીના પ્રથમ દિવસે 72 ખેલાડીઓ વેચાયા હતા. જેમાં 24 વિદેશી ખેલાડીઓ પણ સામેલ હતા. રવિવારે 10 ટીમોએ 72 ખેલાડીઓ પર 467.95 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. મેગા ઓક્શન માટે 1574 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ પછી 577 ખેલાડીઓને ફાઇનલ યાદીમાં સ્થાન મળ્યું હતું.

આ પણ ખાસ વાંચો

કઈ ટીમના પર્સમાં કેટલા પૈસા બચ્યા

  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- 75 લાખ
  • પંજાબ કિંગ્સ- 35 લાખ
  • રાજસ્થાન રોયલ્સ- 30 લાખ
  • મુંબઈ ઈન્ડિયન્સ- 20 લાખ
  • દિલ્હી કેપિટલ્સ – 20 લાખ
  • સનરાઇઝર્સ હૈદરાબાદ – 20 લાખ
  • ગુજરાત ટાઇટન્સ- 15 લાખ
  • લખનૌ સુપર જાયન્ટ્સ- 10 લાખ
  • ચેન્નાઈ સુપર કિંગ્સ – 5 લાખ
  • કોલકાતા નાઈટ રાઈડર્સ- 5 લાખ

કઈ ટીમે કેટલા ખેલાડીઓ ખરીદ્યા

  • ચેન્નાઈ સુપર કિંગ્સ- 25
  • ગુજરાત ટાઇટન્સ- 25
  • પંજાબ કિંગ્સ- 25
  • લખનૌ સુપર જાયન્ટ્સ- 24
  • મુંબઈ ઈન્ડિયન્સ- 23
  • દિલ્હી કેપિટલ્સ- 23
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- 22
  • કોલકાતા નાઈટ રાઈડર્સ- 21
  • રાજસ્થાન રોયલ્સ- 20
  • સનરાઇઝર્સ હૈદરાબાદ- 20

ઋષભ પંત સૌથી મોંઘો ખેલાડી બન્યો

ઋષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. હરાજીના પહેલા દિવસે લખનૌ સુપર જાયન્ટ્સે તેને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનૌ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ પણ ભારતીય વિકેટકીપરને ખરીદવા ઈચ્છતા હતા.

શ્રેયસ અય્યર પણ હરાજીમાં માલામાલ થઇ ગયો છે. શ્રેયસ અય્યરને પંજાબ કિંગ્સે રૂપિયા 26.75 કરોડમાં ખરીદ્યો છે. વેંકટેશ અય્યરને આઈપીએલની હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 23.75 કરોડ રૂપિયાની મોટી રકમ આપીને ખરીદ્યો હતો. પંજાબ કિંગ્સે અર્શદીપ સિંહને 18 કરોડમાં ખરીદ્યો. આ સિવાય પંજાબે યુઝવેન્દ્ર ચહલ પર પણ 18 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.

Leave a Comment