IND vs PAK Match: ICC એ ગુરુવારે જાહેરાત કરી હતી કે 2027 સુધી કોઈપણ દેશ દ્વારા આયોજિત ICC ઇવેન્ટ્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચો તટસ્થ સ્થળો પર રમાશે.
- વર્ષ 2027 સુધીમાં 3 મોટી ICC ઈવેન્ટ્સ થવા જઈ રહી છે.
- પ્રથમ ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 છે, જે પાકિસ્તાનમાં રમાશે
- ભારતમાં ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ રમાશે.
- ICC મેન્સ T20 વર્લ્ડ કપ વર્ષ 2026માં યોજાશે
IND vs PAK Match: ICCએ ગુરુવારે 2027 સુધી ભારત અને પાકિસ્તાનની મેચોના સ્થળોની જાહેરાત કરી છે. ICC એ ગુરુવારે જાહેરાત કરી હતી કે 2027 સુધી કોઈપણ દેશ દ્વારા આયોજિત ICC ઇવેન્ટ્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચો તટસ્થ સ્થળો પર રમાશે. મતલબ કે જો ભારત કે પાકિસ્તાન ICC ઈવેન્ટનું આયોજન કરે છે તો તેમની મેચો અન્ય કોઈ દેશમાં રમાશે. આ સિવાય જો કોઈ અન્ય દેશ આઈસીસી ઈવેન્ટનું આયોજન કરી રહ્યો છે તો તે દેશમાં જ મેચ રમાશે.
ESPN Cricinfo એ કરાર સંબંધિત પ્રસ્તાવને જોયો છે, જેના પર ICC બોર્ડ દ્વારા મતદાન થવાની અપેક્ષા છે. આ હેઠળ, 2024-27 ચક્ર દરમિયાન પાકિસ્તાનમાં ભારતની તમામ મેચો તટસ્થ સ્થળો પર રમાશે અને તેના બદલામાં ભારત દ્વારા આયોજિત કોઈપણ ઇવેન્ટમાં પાકિસ્તાનને સામેલ કરતી તમામ મેચો ભારતની બહાર રમાશે. આ કરાર 2025માં પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી, 2025માં ભારતમાં યોજાનાર મહિલા ODI વર્લ્ડ કપ અને 2026માં ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાનાર T20 વર્લ્ડ કપ પર લાગુ થશે.
આ પણ ખાસ વાંચો:
- MAMATA MACACHINERY IPO: આજથી મમતા મશીનરીનો IPO ખુલ્યો, અહીં જાણી લો પ્રાઈઝ બેન્ડ, લેટેસ્ટ GMP અને મહત્વની તારીખ
- WPL WOMEN 2025 AUCTION: 16 વર્ષની ક્રિકેટર કમલિની બની કરોડપતિ, મહિલા પ્રીમિયર લીગની પાંચ ટીમોએ ખરીદી 19 ખેલાડી
વર્ષ 2027 સુધી ICCની 3 ટૂર્નામેન્ટ રમાશે
વર્ષ 2027 સુધીમાં 3 મોટી ICC ઈવેન્ટ્સ થવા જઈ રહી છે. પ્રથમ ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 છે, જે પાકિસ્તાનમાં રમાશે પરંતુ ભારતની મેચો UAEમાં યોજાશે. આ પછી ભારતમાં ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ રમાશે. પાકિસ્તાનની મહિલા ટીમ પણ ભારત નહીં આવે. પાકિસ્તાનની મહિલા ટીમની મેચો ભારતના પડોશી દેશોમાં યોજવામાં આવી શકે છે. ICC મેન્સ T20 વર્લ્ડ કપ વર્ષ 2026માં યોજાશે અને તેના યજમાન ભારત અને શ્રીલંકા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માત્ર શ્રીલંકામાં જ નહીં, પરંતુ પાકિસ્તાનની તમામ મેચો માત્ર શ્રીલંકામાં જ યોજાશે.
પાકિસ્તાનને વર્ષ 2028માં રમાનારી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની યજમાનીનો અધિકાર આપવામાં આવ્યો છે. જો ત્યાં સુધીમાં બધું બરાબર રહ્યું તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરી શકે છે. જો કે, તાજેતરની સ્થિતિને ધ્યાનમાં લેતા, હવે આ મુશ્કેલ લાગે છે. તમને જણાવી દઈએ કે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ છેલ્લે એશિયા કપ 2008 માટે પાકિસ્તાન ગઈ હતી અને પાકિસ્તાનની ટીમ 2023 વર્લ્ડ કપ રમવા માટે ભારત આવી હતી અને છેલ્લી દ્વિપક્ષીય શ્રેણી 2012-13માં ભારતીય ધરતી પર રમાઈ હતી.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો કાર્યક્રમ થોડા દિવસોમાં જાહેર કરાશે
આઈસીસી ટ્રોફી 2025નો કાર્યક્રમ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. પાકિસ્તાન આ ટૂર્નામેન્ટમાં વર્તમાન વિજેતા છે. તેણે વર્ષ 2017માં ભારતને હરાવીને ટ્રોફી જીતી હતી. ત્યાર બાદથી પાકિસ્તાન કોઈ આઈસીસી ટ્રોફી જીતી શક્યું નથી
ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને બીસીસીઆઈએ પહેલેથી જ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું હતું. તેમણે કહ્યું કે ટીમ ઇન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. જોકે પાકિસ્તાનની ટીમ ગત વર્ષે વન-ડે વર્લ્ડકપ માટે ભારત આવી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના અધ્યક્ષ મોહસિન નકવી સતત નિવેદન આપી રહ્યા છે કે તેઓ હાઇબ્રિડ મોડલ માટે તૈયાર નથી. જોકે હવે લાગે છે કે, તે આઇસીસી સામે ઘૂંટણિયા ટેકવી દીધા છે. પાકિસ્તાનને લાંબા સમય બાદ આઈસીસી ટૂર્નામેન્ટનું આયોજન કરવાનું મળ્યું છે.