Champions Trophy 2025 IND vs AUS semi final : ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતવા ભારત ઓસ્ટ્રેલિયા સામેની સેમિ ફાઇનલ ટક્કર માટે તૈયાર છે. દુબઇની પડકારજનક પીચો પર બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડને પછાડી
રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા હવે ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે ઉત્સુક અને અગાઉની હારનો બદલો લેવા તૈયાર છે. ટીમ ઇન્ડિયા જીત માટે કેમ હોટ ફેવરિટ છે આવો અહીં કારણો જાણીએ.
IND vs AUS semi final 2025
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ભારત અત્યાર સુધીની પડકારજનક પીચો પર બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડને હરાવી પોતાનું પ્રભુત્વ બતાવી રહી છે. ન્યૂઝીલેન્ડને હરાવ્યા બાદ ભારત હવે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાવાનું છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિડ હેડ જે ભારત માટે મુસીબત બન્યો છે. પરંતુ વર્તમાન ટીમ ઇન્ડિયાની સ્પિન બોલિંગ કિવી ખેલાડીઓ માટે ઘાતક બનવા સજ્જ છે. રવિવારે ન્યુઝીલેન્ડે જે સહન કર્યું તે મંગળવારે ઓસ્ટ્રેલિયાને ખૂબ જ પરેશાન કરી શકે છે.
દુબઈમાં રમાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી લીગ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે 44 રનથી જીત મેળવી હતી, વરુણ ચક્રવર્તીએ પંજો લઇને ન્યૂઝીલેન્ડ ટીમને પરેશાન કરી હતી. ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે પણ સ્વીકાર્યું કે ન્યુઝીલેન્ડ સ્પિન બોલરોથી દબાયું હતું.