Farmer Registration Gujarat: એગ્રીસ્ટેક પ્રોજેકટ (Farmer Registry Project) અંતર્ગત ભારત સરકાર (GOVT OF INDIA) અને ગુજરાત સરકાર (GOVT OF GUJARAT) ના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ (એગ્રિસ્ટેક ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ) ખેડૂતોને આધાર આઇ.ડીની જેમ ફાર્મર આઈ.ડી મળશે.
ગુજરાત ખેડૂત રજીસ્ટ્રેશન 2024: ગુજરાત સરકારે ભારત સરકાર સાથેની સહયોગથી “ગુજરાત ખેડૂત રજીસ્ટ્રેશન 2024” લોન્ચ કર્યું છે. આ યોજનાનું મુખ્ય લક્ષ્ય રાજ્યના ખેડૂતોને અનોખી ઓળખ આપવા માટે ખેડૂત આઈડી (Farmer ID) ઉત્પન્ન કરવાનું છે
ગુજરાત ખેડૂત રજીસ્ટ્રેશન 2024
આ રજીસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતને આધાર આઈ.ડી.ની જેમ 11 ડિજિટનો યુનિક ફાર્મર આઈ.ડી આપવામાં આવશે, જેમાં ખેડૂતોની જમીન સહિતની વિગતો ઉપલબ્ધ રહેશે. આ આઈ.ડીના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓનો લાભ સરળ, પારદર્શક અને સમયસર મળશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 2.5 લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ કરી છે.
- પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
- ન્યૂનતમ સમર્થન કિંમત યોજના
- કિસાન ક્રેડિટ કાર્ડ યોજના
- રાષ્ટ્રીય કૃષિ માર્કેટ (e-NAM)
- પ્રધાનમંત્રી પાક વીમા યોજના
આ પણ ખાસ વાંચો
- C2C Advanced Systems IPO: પૈસા ડબલ કરવા આવી રહ્યો છે આ ડીફેન્સ આઈપીઓ
- Pushpa 2 Trailer: પુષ્પા 2 : ધ રૂલ’ નું ટ્રેલર રિલીઝ
Farmer Registration Gujarat
ખેડૂત “ફાર્મર આઈડી” રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું?
ખેડૂતે https://gjfr.agristack.gov.in/ લિન્ક ઓપન કરી ને ફાર્મર લૉગિનમાં create new account પર ક્લિક કરવું .
- સૌપ્રથમ ખેડૂતે પોતાનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે.
- ત્યારબાદ ખેડૂતને તેમના આધારથી લિન્ક મોબાઈલ નંબરમાં otp મેળવશે તે દાખલ કરવો.
- આધારના વેરિફિકેશન પછી ખેડૂતનો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
- તે નંબર પર OTP આવશે તે દાખલ કરવો.
- ત્યારબાદ સૌથી નીચે નવો પાસવર્ડ સેટ કરવાનો રહેશે.
- ત્યારબાદ ખેડૂતના મોબાઈલ નંબર અને સેટ કરેલા પાસવર્ડથી લોગીન કરવાનું રહેશે.
- લોગીન થતાં ખેડૂતની માહિતી સ્થાનિક ભાષામાં વેરીફાય કરવાની રહેશે અને તૈ માહિતી જરૂરિયાતો હોય તો બદલી પણ શકે છે.
- આધાર કાર્ડ પ્રમાણે ખેડૂતનું સરનામું દેખાશે જે ચેક કરવાનું રહેશે.
- આપેલ land ownership ડ્રોપ ડાઉન માંથી ઓપરેટરે owner પસંદ કરવાનું રહેશે.
- Occupation details માં આપેલ બંને ચેક બોક્ષને સિલેકટ કરવાના રહેશે.
- fetch land details પર ક્લિક કરવું.
- ખેડૂતની જમીનનો સર્વે નંબર દાખલ કરવો.
- આપેલ ડ્રોપડાઉન માંથી ખેડૂતનું નામ પસંદ કરો.
- જમીનના સર્વે નંબરની સામે આપેલ ચેક બોક્ષને સિલેકટ કરી સબમિટ પર ક્લિક કરતાં તે નંબર fetch થઈ જશે.
- Fetch થયેલ સર્વે નંબરનો name match score ચેક કરવાનો રહેશે.
- એક જ ગામના સર્વે નંબર દાખલ કર્યા બાદ verify all land પર ક્લિક કરવું.
- નીચે આપેલ ૩ ચેક બોક્ષ ટીક કરવા.
- ત્યારબાદ save બટન પર ક્લિક કરવું.
- ત્યાર બાદ proceed to E-Sign button પર ક્લિક કરવું.
- ત્યારબાદ આધારના C-DAC પેજ પર લઈ જશે ત્યાં ખેડૂતનો આધાર નંબર દાખલ કરવો.
- આધાર સાથે લિન્ક થયેલ નંબર OTP આવશે તે અહી દાખલ કરવો.
- ત્યારબાદ submit પર ક્લિક કરવું.
- રજીસ્ટ્રેશન પૂર્ણ થવા પર તે ખેડૂતનો એનરોલમેન્ટ નંબર દેખાશે.
ફાર્મર રજીસ્ટ્રી સેલ્ફ રજીસ્ટ્રેશન વિડીયો
“ગુજરાત ખેડૂત રજીસ્ટ્રેશન 2024”થી ખેડૂતોને ના કેવળ વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી મળશે, પરંતુ આ વ્યવસ્થાથી ખેતીની ટકાઉ પ્રગતિ અને પારદર્શિતા પણ વધશે. તમને રજીસ્ટ્રેશન કરાવવા માટે સત્તાવાર વેબસાઇટ પર જવું અથવા તમારા નિકટના ઈ-ધરા કેન્દ્રનો સંપર્ક કરવો અનિવાર્ય છે.