ગાંધીનગરઃ રાજ્ય પોલીસ ભરતી શારીરિક કસોટી (મોડલ-2) માટેની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. યુવાનો આ પરીક્ષા માટે લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અગાઉ શારીરિક કસોટી નવેમ્બરના અંતની આસપાય યોજાય તેવી શક્યતાઓ હતી પરંતુ હવે નવેમ્બર નહીં પરંતુ ડિસેમ્બરમાં પરીક્ષા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુવાનો અમદાવાદ, ગાંધીનગર સહિત જ્યાં ગ્રાઉન્ડની વ્યવસ્થા છે ત્યાં દોડવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. હવે એવી માહિતી સામે આવી છે કે ડિસેમ્બરની શરુઆતમાં ઉમેદવારો માટે નવું શિડ્યુલ અમલમાં મૂકવામાં આવશે.
પોલીસ ભરતી
રાજ્યમાં પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે 2 ડિસેમ્બરથી ઉમેદવારો માટે નવુ શેડયુલ અમલમાં મૂકવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ પરીક્ષા માટે પસંદ થયેલા ઉમેદવારોને નક્કી તારીખ અને સ્થળ મુજબ હાજરી આપવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, રાષ્ટ્રીય કક્ષાની તાલીમ માટે ગાંધીનગર પોલીસ મહાનિરીક્ષકની દેખરેખ હેઠળ કાર્યક્રમ આયોજિત થશે.
- શારીરિક કસોટી (મોડલ-2) માટે નવી તારીખ: 2 ડિસેમ્બર, 2024
- સ્થળ: રાજ્યના વિવિધ તાલીમ કેન્દ્રો
- રાષ્ટ્રીય કક્ષાની તાલીમ કાર્યક્રમ પણ સામેલ
અગાઉ એવી વાત થઈ રહી હતી કે, પોલીસ ભરતીની શારીરિક કસોટી લગભગ 25 નવેમ્બરની આજુબાજુ શરૂ થશે. શરૂઆતમાં જેમણે PSI તથા PSI અને લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યા હશે તેમને શારીરિક કસોટીમાં બોલાવવામાં આવશે. પરંતુ હવે શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ પણ ખાસ વાંચો
- બંધારણ દિવસ: 2015થી શરૂ થયો હતો બંધારણ દિવસ, આ વખતે 10મો બંધારણ દિવસ
- Google Online Scam Advisory: ઓનલાઈન સ્કેમથી બચવું હોય તો જાણી લો આ 5 ટીપ્સ, ડિજિટલ ફ્રોડને આવી રીતે ઓળખો
હાલમાં યુવાનો મોટી સંખ્યામાં આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જોવા મળી રહ્યા છે. જેઓ ફોરેસ્ટ સહિતની શારીરિક કસોટી પાસ કરી ચૂક્યા છે તેવા યુવાનો પણ પોલીસની ભરતી માટેની તૈયારી કરી રહ્યા છે.
આ પરીક્ષામાં ભાગ લઈ રહેલા યુવાનોએ નિશ્ચિત સમયમાં શારીરિક કસોટી પાસ કરવા માટે દોડ લગાવવાની રહેશે. જેની વિગતો આ પ્રમાણેની છે. જેમાં પીએસઆઈ અને લોકરક્ષક બન્નેમાં શારીરિક કસોટી એક સમાન રાખવામાં આવી છે.
PSI અને લોકરક્ષક શારીરિક કસોટી
પુરુષઃ 5000 મીટર દોડ, 25 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે.
મહિલાઃ 1600 મીટર દોડ, 9.30 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે.
એક્સ સર્વિસમેનઃ 2400 મીટર દોડ, 12.30 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે.