ISRO Chandrayaan 4 Mission: ઈસરો હવે ચંદ્રયાન 4 માટે તૈયારી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોના વિશેષજ્ઞો જણાવી રહ્યા છે કે ચંદ્રયાન 4 સેટેલાઇટનું કદ ઘણું મોટું હશે અને તે અગાઉના ચંદ્રયાન કરતા ઘણું વજનદાર હશે
Chandrayaan 4
ISRO Chandrayaan 4 Mission: ચંદ્રયાન 3 મિશન સફળ થયા બાદ ઈસરો હવે ચંદ્રયાન 4 માટે તૈયારી કરી રહ્યું છે. ચંદ્રયાન 4 મિશન વિશે મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તે ચંદ્રયાન 3થી પણ મોટું હશે. ભારતીય અંતરિક્ષ સંસ્થા ઈસરોએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3નું સોફ્ટ લેન્ડિંગ કરાવી ઈતિહાસ રચ્યો હતો.
ચંદ્રયાન 3ના સફળ ઉતરણની યાદમાં સરકારે 23 ઓગસ્ટે નેશનલ સ્પેસ ડે મનાવવાની જાહેરાત કરી હતી. ઈસરોના નવા અંતરિક્ષ મિશન ચંદ્રયાન 4 વિશે ઘણી રસપ્રદ માહિતી સામે આવી છે.
ચંદ્રયાન 3 થી વજન હશે ચંદ્રયાન 4
મીડિયા રિપોર્ટ અનુસાર ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોના વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે કે ચંદ્રયાન 4નું કદ ઘણું મોટું હશે અને તે અગાઉના ચંદ્રયાન સેટેલાઇટ કરતા ઘણું વજન હશે. નવા રોવરનું વજન 350 કિલોગ્રામ જેટલું રહી શકે છે. માહિતી સામે આવી રહી છે કે ચંદ્રયાન 4 સાથે ઈસરો પણ ઘણા અનોખા પ્રયાસો કરવા જઈ રહ્યું છે. આ વખતે ચંદ્રથી કોઈ અલગ જ જાણકારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે
ચંદ્રયાન 4 માટે 2100 કરોડ ખર્ચશે ભારત સરકાર
હવે ચંદ્રયાન 4 મિશન વિશે વાત કરીએ તો આ માટે કેન્દ્ર તરફથી 2104.06 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ભારતનું મિશન 2040 સુધીમાં ચંદ્ર પર અવકાશયાત્રીઓનું ઉતરણ કરાવવાનું છે. ઈસરો એ પણ જાણે છે કે 2040 સુધીમાં પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી આવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને ચંદ્ર પરથી સરળતા પૂર્વક ધરતી પર પરત આવી શકાય છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે 2027માં ઈસરો ચંદ્રયાન 4 લોન્ચ કરશે, આ ચંદ્રયાન 4 દ્વારા ભવિષ્યના તમામ મૂન મિશનની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.
ચંદ્રયાન 4 મિશનની ખાસિયત
ચંદ્રયાન 4નું ધ્યાન સચોટ લેન્ડિંગ, સેમ્પલ કલેક્શન અને સુરક્ષિત ધરતી પર વાપસી પર રહેશે. ઈસરોના વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ એક મિશન દ્વારા ભારત પોતાની અંતરિક્ષ ક્ષમતામાં અનેકગણો વધારો કરશે. ચંદ્રયાન 4 વિશે એ પણ સામે આવી રહ્યું છે કે તે કુલ 5 મોડ્યુલ પોતાની સાથે લઈ જશે. આ બધા મોડ્યુલો સાથે મળીને કામ કરશે અને ચંદ્ર પરથી જરૂરી નમૂનાઓ એકત્રિત કરશે. સમજવા જેવી વાત એ છે કે આ પહેલા માત્ર ચીન અને અમેરિકા જ આવા મુશ્કેલ મિશનમાં સફળ થયા છે.
આ પણ ખાસ વાંચો
- GPSC: GPSC ની પરીક્ષા આપનાર ઉમેદવારોએ આ સમાચાર ચોક્કસ વાંચવા જોઈએ, ખુબ જ અગત્યની થઈ જાહેરાત
- બંધારણ દિવસ: 2015થી શરૂ થયો હતો બંધારણ દિવસ, આ વખતે 10મો બંધારણ દિવસ
જાપાન ભારતની મદદ કરશે
ઇસરો અધ્યક્ષ એસ.સોમનાથે ભારપૂર્વક જણાવ્યું છે કે ચંદ્રયાન 4 એ માત્ર એક મિશન નથી જે ચંદ્ર પરથી પત્થર લાવશે. આ એવી ક્ષમતા બનાવવાનું કામ કરશે કે ભવિષ્યમાં મનુષ્ય ચંદ્ર પર જઈને ત્યાંથી સુરક્ષિત પરત આવી શકશે.
આમ જોવા જઈએ તો ચંદ્રયાન 4 વિશેની માહિતી પણ સામે આવી છે કે ભારત અને જાપાન આ મિશન પર સાથે મળીને કામ કરી રહ્યા છે. એવામાં JAXA એ લૂનર રોવરની જવાબદારી લીધી છે, તો બીજી બાજુ ઇસરો પોતાના લેન્ડરને તૈયાર કરી રહ્યું છે. લેન્ડર રોવરને લઇ જશે. આવી સ્થિતિમાં બંને દેશો ચંદ્રયાન 4ની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવશે.