C2C Advanced Systems IPO: C2C એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડના IPO એ અગાઉથી જ ગ્રે માર્કેટમાં હલચલ મચાવી દીધી છે, હાલ તેનું પ્રીમયમ 100% બોલાઈ રહ્યું છે.
C2C Advanced Systems IPO: C2C એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડના IPO જે 22 નવેમ્બરે સબ્સક્રિપ્શન માટે ઓપન થઈ રહ્યો છે અને 29 નવેમ્બરે તેનું લિસ્ટિંગ થઈ શકે છે 99.07 કરોડ રૂપિયાનો આ આઈપીઓ 43.84 લાખ શેરનો ફ્રેશ ઈશ્યુ છે.
સી2સી એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ કંપની પ્રોસેસર, પાવર, રેડિયો ફ્રીક્વેન્સી, રડાર, માઇક્રોવેવ, એમ્બેડેડ સોફ્ટવેર અને ફર્મવેર સહિત સ્ટ્રેટેજિક ડિફેન્સ સોલ્યુશનના પૂરા સ્પેક્ટ્રમ માટે ડિઝાઇન પ્રોવાઇડ કરે છે. સૌથી મોટી વાત છે કે C2C Advanced Systems Limited ભારતીય શેર બજારમાં લિસ્ટેડ એકમાત્ર કંપની પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજીનો મુકાબલો કરે છે. આ કારણ છે કે આ કંપનીના આઈપીઓની ડિમાન્ડ વધુ છે.
C2C Advanced Systems IPO
C2C Advanced Systems ના IPO માટે 214-226 રૂપિયા પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. તો કંપનીએ પોતાના ઈશ્યુનો અડધો ભાગ ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ (QIB)માટે રિઝર્વ કર્યો છે. જ્યારે 35 ટકા ભાગ રિટેલ ઈન્વેસ્ટરો માટે રિઝર્વ છે. બાકીનો 15 ટકા ભાગ નોન-ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ માટે રાખવામાં આવ્યો છે. આ ઈશ્યુમાં એક લોટ માટે ઈન્વેસ્ટરે ઓછામાં ઓછા 1,35,600 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
આ પણ ખાસ વાંચો:
જોકે એક બાજુ જોઈએ તો ભારતીય શેરબજારે છેલ્લા કેટલાક અઠવાડિયાથી રોકાણકારોના પોર્ટફોલિયોને લાલ રંગમાં ફેરવી દીધા છે. હકીકતમાં, વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ભારે વેચાણ અને ભારતીય કંપનીઓના નબળા ત્રિમાસિક કમાણીના અહેવાલોએ ભારતીય બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટમાં વધારો કર્યો છે. જેના કારણે રોકાણકારો ચિંતિત છે. અને નવું રોકાણ કરવામાં ડરી રહ્યા છે.
C2C Advanced Systems IPO GMP
C2C એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડના IPOના GMP એટલે કે ગ્રે માર્કેટ પ્રીમિયમ વિશે વાત કરીએ તો, તેણે હલચલ મચાવી દીધી છે. આજે એટલે કે રવિવારે આ કંપનીનો GMP રૂ. 220 જોવા મળી રહ્યો છે. આ તેની પ્રાઇસ બેન્ડ કરતાં 97.35 ટકા વધુ છે. જો આ GMP 29 નવેમ્બર સુધી અકબંધ રહે છે, તો C2C એડવાન્સ સિસ્ટમ્સનું લિસ્ટિંગ 446 રૂપિયામાં થશે. તેનો અર્થ એ કે રોકાણકારો પહેલા જ દિવસે એક શેર પર લગભગ રૂ. 226 નો નફો કરી શકે છે. આ એક અનુમાન છે ખરેખર જયારે પણ આ IPO લીસ્ટ થાય ત્યારે આનાથી પરિણામ વિપરીત પણ હોય શકે છે.
C2C Advanced Systems IPO ક્યારે ઓપન થઇ રહ્યો છે?
C2C એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડના IPO જે 22 નવેમ્બરે સબ્સક્રિપ્શન માટે ઓપન થઈ રહ્યો છે
C2C Advanced Systems IPO ની ઇશ્યૂ સાઈઝ કેટલી છે?
99.07 કરોડનો આ IPO 43.84 લાખ શેરનો ફ્રેશ ઈશ્યુ છે.
C2C Advanced Systems IPO ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
26 નવેમ્બર 2024 છે.
C2C Advanced Systems IPO નું એલોટમેન્ટ ક્યારે છે?
27 નવેમ્બરના રોજ અલોટમેન્ટ થઇ શકે છે.
C2C Advanced Systems IPO ક્યારે લિસ્ટિંગ થશે?
29 નવેમ્બરે તેનું લિસ્ટિંગ થઈ શકે છે.
C2C Advanced Systems IPO નું GMP કેટલું છે?
રવિવારે આ કંપનીનો GMP રૂ. 220 જોવા મળી રહ્યો છે.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર ને માત્ર તમને જાણકારી મળી રહે તે હેતુથી પબ્લીશ કરવામાં આવી છે. અમે આ જાણકારી વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મેળવીને અહિયાં મુકવામાં આવી છે. જેથી GujTimes.Com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.