Australia: હવેથી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો નહીં બનાવી શકે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ, સરકારે લગાવ્યો પ્રતિબંધ

Australia: આજના ડિજીટલ યુગમાં મોટી સંખ્યામાં નાના બાળકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઈલ અને ઈન્ટરનેટના કારણે તમામ લોકોનું જીવન સરળ બની ગયું છે, ત્યારે તે બાળકો માટે ખતરા સમાન પણ છે.

કાયદા હેઠળ લઘુત્તમ વય મર્યાદા લાગુ કરવાની જવાબદારી બાળકો, માતા-પિતા અથવા વાલીઓની નહીં પણ સોશિયલ મીડિયા કંપનીઓની રહેશે. જે સોશિયલ મીડિયા કંપનીઓ વય મર્યાદાના નિયમને લાગુ કરવામાં નિષ્ફળ જશે, તેણે 50 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર (32.5 મિલિયન યુએસ ડોલર) સુધીનો દંડ ચૂકવવો પડશે.Australia

Australia Social Media Ban

Australia Social Media Ban: આજના ડિજીટલ યુગમાં મોટી સંખ્યામાં નાના બાળકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઈલ અને ઈન્ટરનેટના કારણે તમામ લોકોનું જીવન સરળ બની ગયું છે, ત્યારે તે બાળકો માટે ખતરા સમાન પણ છે. નાના બાળકો પણ આજકાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે હવે આ દેશે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ્સથી પ્રતિબંધ કરી દીધા છે

16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાને લઈને ઓસ્ટ્રેલિયાની સરકાર ખૂબ જ કડક છે. ઓસ્ટ્રેલિયન સરકાર એ સોશિયલ મીડિયા કંપનીઓ પર કરોડો ડોલરનો દંડ ફટકારશે, જે 16 વર્ષથી ઓછી ઉંમરના નાગરિકોને તેમની સેવાઓનો ઉપયોગ કરવાથી રોકવામાં નિષ્ફળ રહેશે.

આ પણ ખાસ વાંચો

હવે સરકારે સંસદમાં એક નવો કાયદો રજૂ કર્યો છે, જે અંતર્ગત જો પ્રતિબંધ હોવા છતાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા જોવા મળશે તો સોશિયલ મીડિયા કંપની પર 3 કરોડ ડોલરનો મોટો દંડ ફટકારવામાં આવશે. આ સાથે ઓસ્ટ્રેલિયા એ દેશોમાં સામેલ થઈ ગયું છે, જ્યાં બાળકો દ્વારા ફેસબુક, ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ વગેરે જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

માતા-પિતાની નહીં, કંપનીઓ પર હશે તમામ જવાબદારી

જો કે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે ઓસ્ટ્રેલિયામાં સોશિયલ મીડિયા કંપનીઓ કેવી રીતે બાળકોને તેમના પ્લેટફોર્મનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકશે. નવા સૂચિત કાયદામાં ગોપનીયતાની જોગવાઈઓ પણ છે, જેમાં સોશિયલ મીડિયા કંપનીઓએ કોઈપણ ઉંમર સંબંધિત સત્યાપન બંધ કરવું પડશે. ઓસ્ટ્રેલિયાના કોમ્યુનિકેશન મિનિસ્ટર મિશેલ રોલેન્ડે ગુરુવારે કહ્યું કે સોશિયલ મીડિયા કંપનીઓ પર ઓસ્ટ્રેલિયનોની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્યની જવાબદારી છે

જો ઓસ્ટ્રેલિયામાં આ બિલ આ અઠવાડિયે કાયદો બની જાય છે, તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને બાળકો માટે વય પ્રતિબંધોને યોગ્ય રીતે લાગુ કરવા માટે એક વર્ષનો સમય મળશે.

Leave a Comment