ચૈત્ર નવરાત્રી : જો તમે પણ ચૈત્ર નવરાત્રીમાં અખંડ જ્યોતિ પ્રગટાવો છો, તો આવશ્યક નિયમ-વિધિ વિશે જાણવું જરૂરી છે. આ આર્ટિકલમાં જાણો મહત્વપૂર્ણ નિયમ, જેનાથી માતાની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કરી શકાશે.
ચૈત્ર નવરાત્રી
ચૈત્ર નવરાત્રી કાલીથી શરુ થાય છે ચૈત્ર નવરાત્રી ના પાવન દિવસે માતા દુર્ગાની ઉપાસના અને પૂજા માટે અખંડ જ્યોતિ પ્રગટાવવાની આવેછે પ્રાચીન પરંપરા છે. આ જ્યોતિ નવ દિવસ સતત પ્રજ્વલિત રહે છે અને તેને ઘરમાં શુભતા, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે.
અખંડ જ્યોતિ પ્રગટાવવાના ખાસ ધર્મિક નિયમ છે નુ પાલન કરવું આવશ્યક છે. માન્યતા મુજબ, યોગ્ય વિધિપૂર્વક જ્યોતિ પ્રગટાવવાથી મા દુર્ગાનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે છે. આ જ્યોતિ ગૃહસ્થ જીવનમાં શુભતા અને સંતુલન લાવે છે.
જો તમે પણ ચૈત્ર નવરાત્રીમાં અખંડ જ્યોતિ પ્રગટાવો છો, વિધિઓ વિશે જાણવું જરૂરી છે. આ
લો મહત્વપૂર્ણ નિયમો, જેનાથી માતાની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કરી શકાશે.
અખંડ જ્યોતિ પ્રગટાવવાનું મહત્વ
ચૈત્ર નવરાત્રી દરમિયાન અખંડ જ્યોતિ પ્રગટાવવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. માન્યતા મુજબ, આ જ્યોતિ માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવા અને ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે પ્રગટાવવામાં આવે છે.
જો ભક્ત નવ દિવસ સુધી દીવો સતત પ્રજ્વલિત રાખે, તો તેને અખંડ જ્યોતિ કહેવાય છે, જે માતા દુર્ગાને પ્રસન્ન કરી તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે
અખંડ જ્યોતિનું બુઝાવવું અશુભ માનવામાં આવે છે, તેથી નવરાત્રી દરમિયાન, પ્રતિપદાથી દશમી તિથિ સુધી તેને સતત પ્રગટાવવી આવશ્યક છે. આ માત્ર ધાર્મિક શ્રદ્ધાને જ મજબૂત નહીં, પણ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા સાથે સકારાત્મક ઉર્જાનો સંચાર પણ કરે છે. આ પવિત્ર પરંપરા પરિવારના દરેક સભ્યના જીવનમાં આશીર્વાદ અને ખુશી લાવે છે.
અખંડ જ્યોતિ પ્રગટાવવાના નિયમો
અખંડ જ્યોતિ પ્રતિપદા તિથિથી દશમી તિથિ સુધી સતત પ્રજ્વલિત રાખવી જરૂરી છે. નવરાત્રી દરમિયાન, આ જ્યોતિ 9 દિવસ સુધી પ્રગટાવવી માતા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
શુદ્ધ ઘી અથવા તેલનો ઉપયોગ: દીવામાં ઘી અથવા સરસવનું તેલ વાપરવું અને તેને ચોખા, જવ અથવા ઘઉં ઉપર મૂકવું જોઈએ.
ઉપયોગમાં લેવાયેલી સામગ્રી શુદ્ધ અને સાત્વિક હોવી જરૂરી છે. તૂટેલા ચોખાનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે, તેથી તેનો ત્યાગ કરવો જોઈએ.
વિશેષ મંત્ર જાપ: જ્યોતિ પ્રગટાવતી વખતે ‘करोति कल्याणं, आरोग्यं धन संपदाम्, शत्रु बुद्धि विनाशाय, दीपं ज्योति नमोस्तुते’ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્ર ઘરમાં શાંતિ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને દુશ્મનોથી રક્ષણ માટે અસરકારક છે.
જ્યોતિનો સતત પ્રકાશ : અખંડ જયોતિને કયારે કય ધ્યાન વગર ન છોડવી જોઈએ નહી. જો કોઈ કારણસર જ્યોતિ બુઝાઈ જાય, તો તરત જ તેને પુનઃ પ્રગટાવવી. માન્યતા મુજબ, જ્યોતિનું બુઝાવું અશુભ ગણાય છે
સ્વચ્છતા અને પવિત્રતા: જ્યાં અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે, તે સ્થળની સંપૂર્ણ સ્વચ્છતા જાળવવી જરૂરી છે. ઘરનું વાતાવરણ શાંત અને પવિત્ર હોવું જોઈએ, જેથી નકારાત્મક ઉર્જાનો પ્રવેશ ન થાય.
શ્રદ્ધા અને સમર્પણ: પૂજાના સમય દરમિયાન સંપૂર્ણ શ્રદ્ધા અને સમર્પણ રાખવું મહત્વપૂર્ણ છે. અખંડ જ્યોતિ પ્રગટાવતી વખતે, મન એકાગ્ર રાખીને ધાર્મિક ભાવનાથી આ વિધિ કરવી જોઈએ. નકારાત્મકતા અને મૂંઝવણ ટાળવી જોઈએ, જેથી માતા દુર્ગાની અનુકંપા પ્રાપ્ત કરી શકાય.
આ નિયમોનું પાલન કરવાથી માતા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે
અખંડ જ્યોતિનું બુઝાઈ જવું અશુભ માનવામાં આવે છે,
કારણ કે તે સતત પ્રજ્વલિત રાખવાની પરંપરા છે. જો અખંડ જ્યોતિ કોઈ કારણસર બુઝાઈ જાય,
તો સૌ પ્રથમ મા દુર્ગાની ક્ષમા યાચના કરવી અને ઘરમાં શાંતિ તથા આશીર્વાદ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવી જોઈએ.
આ પછી, અખંડ જ્યોતિ પાસે એક નાનો દીવો પ્રગટાવવો અને તેની જ્યોત વડે અખંડ જ્યોતિને ફરી પ્રગટાવવી.
જો નવરાત્રી પછી પણ જ્યોત પ્રજ્વલિત હોય, તો તેને જાતે ઓલવવાને બદલે, તેને કુદરતી રીતે ઓલવવા દેવું. દીવાનું તેલ સમાપ્ત થાય તે પછી જ તેને આપમેળે શાંત થવા દો. જ્યોતિમાં બાહ્ય દખલ કરવી અશુભ માનવામાં આવે છે, તેથી આ પરંપરાનું પાલન જરૂરી છે.