Oscars 2025 Winners: ઓસ્કર એવોર્ડમાં ‘અનોરા’ એ બાજી મારી,મિકી મેડિસનને બેસ્ટ એક્ટ્રેસ અને એડ્રિયન બ્રોડીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ

‘ધ બ્રુટાલિસ્ટ’ ને ત્રણ કેટેગરીઓમાં ઓ

Oscars 2025 Winners

લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં 97મા એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર 2025 ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. ઓસ્કર એવોર્ડ 2025 ના વિજેતાઓની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં સૌથી વધારે એવોર્ડસ સેક્સ વર્કરની કહાણી પર આધારિત ફિલ્મ અનોરાને ફાળે ગયા છે.

અનોરા ફિલ્મ માટે અભિનેત્રી મિકી મેડિસને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો હતો. જ્યારે ધ બ્રુટાલિસ્ટ ફિલ્મ માટે એડ્રિયન બ્રોડીને એવોર્ડ મળ્યો હતો. ‘ધ બ્રુટાલિસ્ટ’ ને ત્રણ કેટેગરીઓમાં ઓસ્કાર એવોર્ડ મળ્યા છે. જ્યારે ‘વિકેડ’, ‘એમિલિયા પેરેઝ’ અને ‘ડ્યુન: પાર્ટ 2 ‘ ને બે કેટેગરીમાં ઓસ્કાર એનાયત કરવામાં આવ્યા  છે.

  • બેસ્ટ અભિનેત્રી – માઇકી મેડિસન (અનોરા)
  • બેસ્ટ અભિનેતા – એડ્રિયન બ્રોડી (ધ બ્રુટાલિસ્ટ)
  • બેસ્ટ એડિટિંગ – અનોરા
  • બેસ્ટ ડાયરેક્ટર – સીન બેકર (અનોરા)
  • બેસ્ટ કોસ્યુમ – પોલ ટાજવેલ (આ કેટેગરીમાં પ્રથમવાર કોઈ બ્લેકને ઓસ્કાર મળ્યો છે.)
  • બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ – હુસૈન મોલાયેમી અને શિરીન સોહાની (ધ શેડો ઓફ ધ સાયપ્રેસ)
  • બેસ્ટ એનિમેશન – લૈટિનિયાઈ
  • બેસ્ટ એક્ટર (સપોટિંગ રોલ) – કીરન કલ્કિન (અ રિયલ પેન)
  • બેસ્ટ એક્ટ્રેસ (સપોટિંગ રોલ) – જો સલદાના (એમિલિયા પેરેઝ)
  • બેસ્ટ સિનેમેટોગ્રાફી – ધ બ્રુટાલિસ્ટ
  • બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ – આઈ એમ સ્ટિલ હીયર (બ્રાઝિલ)
  • બેસ્ટ એડાપ્લેડ સ્ક્રીનપલે – કોન્ક્લેવ
  • બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપલે – અનોરા
  • બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ – આઈ એમ નોટ અ રોબોટ
  • બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ – ઇન ધ શેડો ઓફ ધ સાયપ્રસ
  • બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ – ફ્લો
  • બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ટૂંકી ફિલ્મ – ધ ઓન્લી ગર્લ ઇન ધ ઓર્કેસ્ટ્રા
  • બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફીચર ફિલ્મ – નો અધર લેન્ડ
  • બેસ્ટ ઓરિજિનલ સોંગ- EI MAI (એમિલિયા પેરેઝ)
  • બેસ્ટ ઓરિજિનલ સ્કોર – ધ બ્રુટાલિસ્ટ
  • બેસ્ટ મેકઅપ અને હેરસ્ટાઇલ – ધ સબસ્ટેન્સ
  • બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન – વિકેડ
  • બેસ્ટ સાઉન્ડ – ડ્યુન 2
  • બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન – વિકેડ
  • બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ – ડ્યુન 2
  • બેસ્ટ ફિલ્મ – અનોરા

Leave a Comment