Pushpa 2 Trailer: પુષ્પા 2 : ધ રૂલ’ નું ટ્રેલર રિલીઝ

Pushpa 2 Trailer: આઇકોનિક સુપરસ્ટાર અલ્લૂ અર્જુન અને સુકુમારની પેન-ઈન્ડિયા એક્શન ડ્રામા ફિલ્મ ‘પુષ્પા 2 : ધ રૂલ’નુ ટ્રેલર લોન્ચ કરાયું છે. બિહારના પટનામાં ભવ્ય પ્રચાર કાર્યક્રમ દરમિયાન સાંજે 06:03 વાગ્યે ટ્રેલર લોન્ચ કરી દેવાયું છે. જેમાં પુષ્પા 2ની સમગ્ર ટીમ પણ પહોંચી હતી.

Pushpa 2 Trailer: ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં ફિલ્મની પૂરી ટીમ બિહારના પટનાના ગાંધી મેદાનમાં જોવા મળી હતી. ભારતીય ફેન્સ ફિલ્મી ઇતિહાસમાં સૌથી મોટા ટ્રેલર લોન્ચ ઈવેન્ટ કહી રહ્યા છે. પહેલી વાર એવું થવા જઈ રહ્યું છે કે ‘પુષ્પા 2’ જેવી મોટા બજેટની ફિલ્મના નિર્માતાઓને ટ્રેલર લોન્ચ માટે બિહારને પસંદ કરવું પડ્યું છે. ફિલ્મનું ટ્રેલર લોન્ચ સામાન્ય રીતે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને બેંગ્લોરમાં થતા હોય છે. પરંતુ આ વખતે મેકર્સે પટનાને પહેલી પસંદગી આપી છે.

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાન્ના અભિનીત આ ફિલ્મની સ્ટોરીથી લઈને ડાયલોગ ‘ઝુકેગા નહીં સાલા’ સુધી લોકોને ખૂબ પસંદ આવ્યા હતા. હવે ટૂંક સમયમાં જ આ ફિલ્મનો બીજો ભાગ ‘પુષ્પા ધ રૂલ’ રિલીઝ થવા માટે તૈયાર છે અને ફિલ્મની રિલીઝના થોડા દિવસો પહેલા મેકર્સે હવે તેનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે.

Pushpa 2 Trailer

2 મિનિટ 48 સેકન્ડના આ ટ્રેલરમાં શરૂઆતમાં એક અવાજ આવે છે કે કોણ છે આ માણસ, જેને ન તો પૈસાની પરવા છે અને ન તો સત્તાનો ડર. ચોક્કસ તેને કોઈ ગંભીર ઈજા થઈ છે. આ પછી અલ્લુ અર્જુન ભવ્ય શૈલીમાં એન્ટ્ર કરે છે અને તેની એન્ટ્રીમાં સાંભળવા મળે છે કે ‘પુષ્પા… નામ અઢી અક્ષરથી નાનું છે, પરંતુ અવાજ ખૂબ મોટો છે’. બીજી તરફ ‘શ્રીવલ્લી’ એટલે કે રશ્મિકા મંદાન્ના પણ ટ્રેલરમાં શાનદાર લુકમાં જોવા મળી હતી.

આ પણ ખાસ વાંચો:

‘પુષ્પા 2’માં પણ ચાહકોને અલ્લુ અર્જુન અને ફહાદ ફાસિલ વચ્ચે જબરદસ્ત એક્શન જોવા મળ્યું. હવે ટ્રેલર જોયા પછી ચાહકો કહે છે કે તેના રિલીઝ પછી આખું થિયેટર હચમચી જશે.

અહી તમને એ પણ જણાવી દઈએ કે ‘પુષ્પા 2’ ની રિલીઝ ડેટ ઘણા સમયથી ટાળી દેવામાં આવી છે પરંતુ હવે આ ફિલ્મ આવતા મહિને 5 ડિસેમ્બરે મોટા પડદા પર રિલીઝ થવા માટે તૈયાર છે. સુકુમારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાન્ના ઉપરાંત ફહદ ફાસિલ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ Mythri Movie Makers અને Sukumar Writings દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં T-Series દ્વારા સંગીત આપવામાં આવ્યું છે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી ભાષામાં રિલીઝ થશે.

એવી માહિતી સામે આવી હતી કે, ‘પુષ્પા-2: ધ રૂલ’ માટે અલ્લૂ અર્જુન કોઈ ફી નથી લઈ રહ્યા. રિપોર્ટ્સના અનુસાર, પુષ્પા 2 માટે અલ્લૂ અર્જુને એક પણ રૂપિયો ફી લેવાની ના પાડી દીધી છે. સાથે જ એવો દાવો કરી રહ્યા છે કે, પુષ્પા 2 માટે અલ્લૂ અર્જુને મેકર્સની સામે ફાઈનલ રેવેન્યૂમાં મોટો મોટો ભાગ માગ્યો છે.

Leave a Comment