Gujarat Weather : જાણો આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત રાજ્યના તમામ શહેરોનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન.
Gujarat Weather Update: દેશના પર્વતીય વિસ્તારોમાં ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનોની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. ઘણા જિલ્લાઓમાં કોલ્ડવેવની અસર જોવા મળી રહી છે. આજ સ્થિતિ, આગામી કેટલાક દિવસોમાં જોવા મળશે. આ સાથે જ IMDએ વરસાદને લઈને એલર્ટ આપ્યું છે.
હવામાન નિષ્ણાત, અંબાલાલ પટેલનું કહેવું છે કે, આજથી ઠંડી વધી શકે છે. સવારના સમયે ઠંડો પવન ફૂંકાશે. નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 23 અથવા 24 ડિસેમ્બરના રોજ એક્ટિવ થઈ શકે છે. આ સાથે જ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બનવાની સંભાવના છે. જેના કારણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને પૂર્વી-દક્ષિણી રાજ્યોના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે.
IMD દ્વારા ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીની શરૂઆતમાં ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં 26 ડિસેમ્બર પછી વાદળછાયું વાતાવરણ રહેશે. કચ્છ અને અમરેલીમાં ભારે ઠંડી પડી શકે છે.
IMDના જણાવ્યા પ્રમાણે, હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. કેટલાક જિલ્લાઓમાં ભારે ઠંડી પડી રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની અસર છે, જે આગામી દિવસો સુધી જારી રહેશે. આ સાથે જ રાજ્યમાં વરસાદની પણ સંભાવના છે.
આ પણ ખાસ વાંચો:
- IND vs PAK Match: વેન્યૂને લઈને ICCએ કરી મોટી જાહેરાત, જાણો કયાં થશે ટક્કર?
- MAMATA MACACHINERY IPO: આજથી મમતા મશીનરીનો IPO ખુલ્યો, અહીં જાણી લો પ્રાઈઝ બેન્ડ, લેટેસ્ટ GMP અને મહત્વની તારીખ
ગુજરાતનું હવામાન
ગુજરાતમાં 21 ડિસેમ્બરથી પવનની દિશા બદલાશે. પવન ઉત્તર-પશ્ચિમ અટલે કે આરબ દેશ તરફથી ફુકાઈ શકે છે. ઝાકરી પવનની શક્યતા છે. પનની સ્પીડ 9 થી 14 કિલોમિટર પર કલાકની નોર્મલ રહેશે. ઠંડી ફરી વધશે. 21 ડિસેમ્બર પછી ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવશે. રાજ્યના અલગ અલગ વિસ્તારમાં માવઠા પડશે. આ માવઠા મોટાભાગના જિલ્લામાં પડશે.
જાણો રાજ્યના શહેરોનું તાપમાન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નલિયામાં સૌથી ઓછું 5.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે વડોદરામાં 15.0 ડિગ્રી, ડીસામાં 13.7 , અમરેલીમાં 11.0, રાજકોટમાં 9.4, ભુજમાં 11.3, અમદાવાદમાં 14.4 , સુરતમાં 16.4, કંડલા પોર્ટમાં 14.0, ભાવનગરમાં 14.0, દ્વારકામાં 15.0, વેરાવળમાં 14.7 અને ઓખામાં 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Gujarat Weather Forecast 21 December 2024 | આજનું હવામાન (0830 IST રિપોર્ટ)
શહેર | મહત્તમ તાપમાન (°C) | લઘુત્તમ તાપમાન (°C) |
અમદાવાદ | 28.6 | 14.4 |
અમરેલી | 27 | 11 |
વડોદરા | 28.8 | 15 |
ભાવનગર | 27.6 | 14 |
ભુજ | 24.6 | 11.3 |
દાહોદ | 28.5 | — |
દમણ | 26.6 | 15.6 |
ડાંગ | 29.7 | — |
ડીસા | 25.7 | 13.7 |
દીવ | 29.5 | 14.8 |
દ્વારકા | 25.2 | 15 |
ગાંધીનગર | 28.4 | 14.4 |
જામનગર | 23.4 | — |
કંડલા | 24.5 | 14 |
નલિયા | 23.6 | 5.8 |
નર્મદા | 29.8 | — |
ઓખા | 23.3 | 18.4 |
પોરબંદર | 25.6 | 10.5 |
રાજકોટ | 27.4 | 9.4 |
સુરત | 27.8 | 16.4 |
સુરત KVK | 28.7 | — |
વેરાવળ | 26.8 | 14.7 |