MAMATA MACACHINERY IPO: આજથી મમતા મશીનરીનો IPO ખુલ્યો, અહીં જાણી લો પ્રાઈઝ બેન્ડ, લેટેસ્ટ GMP અને મહત્વની તારીખ

MAMATA MACACHINERY IPO: આ આર્ટિકલમાં જાણો મમતા મશીનરી લિમિટેડ આઈપીઓનું પ્રાઈઝ બેન્ડ, લેટેસ્ટ GMP અને મહત્વની તારીખ સહિતની જાણકારી.

MAMATA MACACHINERY IPO: આજથી પેકેજીંગ મશીનરી બનાવનારી કંપની મમતા મશીનરી લિમિટેડનો IPO સબ્સક્રિપ્શન માટે ઓપન થઈ ગયો છે. આ આઈપીઓ દ્વારા કંપની કુલ 179 કરોડ રૂપિયા ભેગા કરવા માંગે છે. ત્યારે આ આર્ટિકલમાં જાણો મમતા મશીનરી લિમિટેડ આઈપીઓનું પ્રાઈઝ બેન્ડ, લેટેસ્ટ GMP અને મહત્વની તારીખ સહિતની જાણકારી.

MAMATA MACACHINERY IPO: ક્યાં સુધી કરી શકાશે સબ્સક્રિપ્શન

મમતા મશીનરીનો IPO 19 ડિસેમ્બર, ગુરુવારથી 23 ડિસેમ્બર, સોમવાર સુધી સબસ્ક્રિપ્શન કરી શકાશે.

MAMATA MACACHINERY IPO: પ્રાઇઝ બેન્ડ

આ IPOની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ ₹230 થી ₹243 રાખવામાં આવી છે. દરેક શેરની ફેસ વેલ્યુ ₹10 છે

MAMATA MACACHINERY IPO: શેર એલોટમેન્ટ

મમતા મશીનરીના શેર એલોટમેન્ટ 24 ડિસેમ્બરના રોજ થવાની સંભાવના છે. જ્યારે કંપની રિફંડ પ્રક્રિયા 26 ડિસેમ્બરે કરી શકે છે અને તે જ દિવસે અરજદારોના ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવશે.

MAMATA MACACHINERY IPO: લિસ્ટિંગ

મમતા મશીનરીનો IPO 27 ડિસેમ્બર, શુક્રવારના રોજ BSE અને NSE પર લિસ્ટ થવાની શક્યતા છે.

MAMATA MACACHINERY IPO: GMP
Investorgain.com મુજબ, મમતા મશીનરી IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) આજે ₹200 છે. એટલે કે, ગ્રે માર્કેટમાં મમતા મશીનરીના શેર ₹150ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. આ રીતે જોઈએ તો, મમતા મશીનરીના શેરની અંદાજિત લિસ્ટિંગ કિંમત પ્રતિ શેર ₹443 હોઈ શકે છે.

આ પણ ખાસ વાંચો:

MAMATA MACACHINERY IPO: લોટ સાઈઝ

મમતા મશીનરી આઈપીઓની લોટ સાઈઝ 61 ઈક્વિટી શેર છે અને ત્યારબાદ 61 શેરના ગુણાંકમાં ખરીદી શકાય છે.

MAMATA MACACHINERY IPO: એન્કર ઈન્વેસ્ટર

કંપનીએ 18 ડિસેમ્બરના રોજ એન્કર બુક દ્વારા ₹53.56 કરોડ એકત્ર કર્યા છે.

Mamata Machinery IPO: મમતા મશીનરી કંપનીની ડિટેલ્સ

મમતા મશીનરી એ ભારતની અગ્રણી પ્લાસ્ટિક બેગ પ્રોડક્શન કંપની છે. આ કંપની એક્સપોર્ટ પણ કરે છે. આ ઉપરાંત પાઉચ બનાવવાની સાથે પેકેજિંગ મશીનરી વગેરેનું પણ પ્રોડક્શન કરે છે. મમતા મશીનરીના ગ્રાહકોમાં બાલાજી વેફર્સ, દાસ પોલીમર્સ, સનરાઈઝ પેકેજીંગ, ઓમ ફ્લેક્સ ઈન્ડિયા, વી3 પોલીપ્લાસ્ટ વગેરેનો સમાવેશ થાય છે.

Mamata Machinery IPO ડિટેલ્સ

આ IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) છે, જેમાં પ્રમોટરો અને વર્તમાન શેરધારકો દ્વારા મહત્તમ 7.38 મિલિયન શેર વેચવામાં આવે છે. આ આઈપીઓ દ્વારા કંપની કુલ 179 કરોડ રૂપિયા ભેગા કરવા માંગે છે.

Leave a Comment