દિલ્હી કેપિટલ્સના નવા હેડ કોચે નિવેદન આપ્યું હતું કે ઋષભ પંતને પોતાની માર્કેટ વેલ્યુ વધારે લાગતી હતી. જો કે ફ્રેન્ચાઈઝીના માલિકના નિવેદન બાદ આ આરોપો ખોટા પુરવાર થઈ રહ્યા છે.
Rishabh pant News: સાઉદી અરેબિયાના જેદ્દાહમાં 24 અને 25 નવેમ્બરે આઈપીએલ 2025 માટે ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. જેમાં ઋષભ પંત આઈપીએલના અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી બન્યા હતા. ત્યારે હાલમાં દિલ્હી કેપિટલ્સના નવા હેડ કોચ હેમાંગ બદાનીએ એવું નિવેદન આપ્યું હતું કે ઋષભ પંત પોતે મેગા ઓક્શનમાં જવા માંગતા હતા. તેમને પોતાની માર્કેટ વેલ્યુ વધારે લાગતી હતી. હવે આ મામલે ફ્રેન્ચાઈઝીના માલિક પાર્થ જિંદલનું નિવેદન સામે આવ્યું છે.
આ પણ ખાસ વાંચો:
- IPO:વિશાલ મેગા માર્ટ, મોબિક્વિક સહિત ₹ 18500 કરોડના 11 આઈપીઓ આ સપ્તાહે ખુલશે, નવા 3 શેર લિસ્ટિંગ થશે
- WTC FINAL: ભારત એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ ભારત કેવી રીતે પહોંચી શકશે WTC ફાઇનલમાં સમજો રમતની આંટીઘૂંટી
અમારા રસ્તા અલગ હતા…
ફ્રેન્ચાઈઝીના માલિક પાર્થ જિંદલે ઋષભ પંતને પોતાના ટીમમાં સામેલ ન કરી શકવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે ઈએસપીએનક્રિકઈન્ફોને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે દિલ્હી કેપિટલ્સ છોડવાને લઈને ઋષભ પંતને પૈસા સાથે કોઈ લેવા દેવા નથી. અમારી વચ્ચે પૈસાને લઈને કોઈ સમસ્યા ક્યારેય આવી નથી. બસ અમારા રસ્તા અલગ હતા. ફ્રેન્ચાઈઝીના માલિક પાર્થ જિંદલના આ નિવેદન બાદ હેડ કોચ હેમાંગ બદાનીના આરોપો ખોટા પુરવાર થઈ રહ્યા છે.
મજબૂરીમાં ઋષભ પંતને છોડવો પડ્યો
પાર્થ જિંદલે કહ્યું કે તેઓ પંતને તેમની ટીમમાં સામેલ કરવા માંગતા હતા. બંને વચ્ચે આ મામલે વાતચીત પણ થઈ. પરંતુ ટીમને ઓપરેટ કરવાને લઈને સહમતિ ન બની શકી. માટે તેમણે રિટેન ન કરી શક્યા. ઉલ્લેખનીય છે કે હરાજી દરમિયાન પણ દિલ્હી કેપિટલ્સે ઋષભ પંતને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે તેમણે રાઈટ ટુ મેચ કાર્ડનો પણ ઉપયોગ કર્યો હતો. અને 20.25 કરોડની બોલી પણ લગાવી હતી. પરંતુ લખનઉએ આ બોલી વધારીને 27 કરોડ કરી. પૈસા ન હોવાને કારણે તેમણે મજબૂરીમાં ઋષભ પંતને છોડવો પડ્યો.