IPO:વિશાલ મેગા માર્ટ, મોબિક્વિક સહિત ₹ 18500 કરોડના 11 આઈપીઓ આ સપ્તાહે ખુલશે, નવા 3 શેર લિસ્ટિંગ થશે

Upcoming IPO And Share Listing On Share Market: શેરબજારમાં 11 કંપનીઓના 18500 કરોડ રૂપિયાના 11 આઈપીઓ ખુલવાના છે, જેમા વિશાલ મેગા માર્ટ, મોબિક્વિક, સાઈ લાઇફ સાયન્સ જેવા 5 મેઇનબોર્ડ સેગમેન્ટ IPO છે. ઉપરાંત નવી 3 કંપનીના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ થવાના છે. જુઓ સંપૂર્ણ વિગત

IPO Open This Week And Share Listing On Share Market: શેરબજાર આઈપીઓ રોકાણ માટે આ સપ્તાહ બહુ ખાસ રહેવાનો છે. 9 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલા નવા સપ્તાહ દરમિયાન કુલ 11 આઈપીઓ ખુલી રહ્યા છે જેમા 5 મેઇન બોર્ડ અને 6 એસએમઇ આઈપીઓ છે. આ 11 આઈપીઓ હેઠળ કંપનીઓ 18500 કરોડ રૂપિયા એક્ત્ર કરવાની છે. ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા 1 આઈપીઓમાં રોકાણ કરવાની તક પણ મળશે. તેમજ આ સપ્તાહે 3 કંપનીઓના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થવાના છે, જેમા 1 મેઈનબોર્ડ સેગમેન્ટનો છે. ચાલો જાણીયે આ સપ્તાહે ખુલનાર આઈપીઓ વિશે

IPO Open This Week : આ સપ્તાહે 11 આઈપીઓ ખુલશે

Dhanlaxmi Crop Science IPO: લક્ષ્મી કોર્પ સાયન્સ આઈપીઓ

લક્ષ્મી કોર્પ સાયન્સ આઈપીઓ 9 ડિસેમ્બર ખુલ્યો છે અને 11 ડિસેમ્બર બંધ થશ. 23.80 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 52 – 55 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઈઝ 2000 શેર છે. આ કંપનીનો શેર NSE SME પર 16 ડિસેમ્બર લિસ્ટેડ થવાનો છે.

Toss The Coin IPO: ટોસ ધ કોઈન આઈપીઓ: ટોસ ધ કોઈન આઈપીઓ 10 ડિસેમ્બર ખુલશે અને 12 ડિસેમ્બર બંધ થશે. કંપની આઈપીઓ દ્વારા 9.17 કરોડ રૂપિયા ઉભા કરશે. આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ 172 – 182 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઈઝ 600 શેર છે. IPO બંધ થયા બાદ શેર લિસ્ટિંગ BSE SME પર 17 ડિસેમ્બર થશે.

Jungle Camps India IPO: જંગલ કેમ્પ્સ ઈન્ડિયા આઈપીઓ

જંગલ કેમ્પ્સ ઈન્ડિયા આઈપીઓ 10 ડિસેમ્બર ખુલશે અને 12 ડિસેમ્બર બંધ થવાનો છે. શેર BSE SME પર 17 ડિસેમ્બર લિસ્ટિંગ થવાનો છે. આઈપીઓ પ્રાઈસ બેન્ડ 68 – 72 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઈઝ 1600 શેર છે. કંપની આઈપીઓ મારફતે 29.42 કરોડ રૂપિયા એક્ત્ર કરવાની છે.

Mobikwik IPO: મોબિક્વિક આઈપીઓ

મોબિક્વિક આઈપીઓ 11 ડિસેમ્બર ખુલશે અને 13 ડિસેમ્બર બંધ થવાનો છે. મેઇનબોર્ડ સેગમેન્ટના 572 કરોડ રૂપિયાના આઈપીઓની પ્રાઇસ બેન્ડ 265 – 279 રૂપિયા પ્રતિ શેર છે અને લોટ સાઈઝ 53 શેર છે. આઈપીઓ બંધ થયા બાદ કંપનનો શેર બીએસઇ અને એનએસઇ પર 18 ડિસેમ્બર લિસ્ટેડ થવાનો છે.

Supreme Facility Management IPO: સુપ્રીમ ફેસિલિટી મેનેજમેન્ટ આઈપીઓ
સુપ્રીમ ફેસિલિટી મેનેજમેન્ટ આઇપીઓ 11 ડિસેમ્બર ખુલશે 13 ડિસેમ્બર બંધ થવાનો છે. 50 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 72 – 76 રૂપિયા અને લોટ સાઈઝ 1600 શેર છે. કંપનીનું શેર લિસ્ટિંગ 18 ડિસેમ્બરે એનએસઇ એસએમઇ પર થશે.

Sai Life Sciences IPO: સાઈ લાઇફ સાયન્સ આઈપીઓ
સાઈ લાઇફ સાયન્સ આઈપીઓ મેઈનબોર્ડ સેગમેન્ટનો છે અને કંપની 3042.62 કરોડ એક્ત્ર કરવા મૂડીબજારમાં આવી રહી છે. કંપનીનો આઈપીઓ 11 ડિસેમ્બ ખુલશે અને 13 ડિસેમ્બર બંધ થવાનો છે. આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ 522 – 549 પ્રતિ શેર છે અને લોટ સાઈઝ 27 શેર છે. આઈપીઓ બંધ થયા બાદ કંપનીનો શેર BSE અને NSE પર 18 ડિસેમ્બર લિસ્ટેડ થવાનો છે.

Vishal Mega Mart IPO: વિશાલ મેગા માર્ટ આઈપીઓ
વિશાલ મેગા માર્ટ કંપનીનો 8000 કરોડ રૂપિયાનો આઈપીઓ 11 ડિસેમ્બર ખુલશે. ઈપીઓ ઇસ્યુ પ્રાઇસ 74 – 78 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઈઝ 190 શેર છે. 13 ડિસેમ્બરે આઈપીઓ બંધ થયા બાદ શેર BSE અને NSE પર 18 ડિસેમ્બરે લિસ્ટેડ થવાનો છે.

Purple United Sales IPO: પર્પલ યુનાઇટેડ સેલ્સ આઈપીઓ
પર્પલ યુનાઇટેડ સેલ્સ આઈપીઓ 11 ડિસેમ્બર ખુલશે અને 13 ડિસેમ્બર બંધ થવાનો છે. શેર લિસ્ટિંગ એનએસઈ એસએમઈ પર 18 ડિસેમ્બર થવાનું છે. 32.81 કરોડ રૂપિયાના આઈપીઓ સબ્સક્રિપ્શન માટે પ્રતિ શેર 121 – 126 રૂપિયા પ્રાઈસ બેન્ડ અને લોટ સાઈઝ 1000 શેર છે.

Inventurus Knowledge Solutions IPO: ઇન્વેન્ટર્સ નોલેજ સોલ્યુશન આઇપીઓ
ઇન્વેન્ટર નોલેજ સોલ્યુશન આઇપીઓ 12 ડિસેમ્બર ખુલશે અને 16 ડિસેમ્બર બંધ થવાનો છે. 2497.92 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 1265 – 1329 રૂપિયા પ્રતિ શેર છે અને લોટ સાઈઝ 11 શેર છે. મેઈનબોર્ડ સેગમેન્ટનો આઈપીઓ બંધ થયા બાદ શેર BSE અને NSE પર 19 ડિસેમ્બર લિસ્ટિંગ થવાનો છે.

આ પણ ખાસ વાંચો:

Yash Highvoltage IPO: યશ હાઈવોલ્ટેજ આઈપીઓ
યશ હાઈવોલ્ટેજ આઈપીઓ 12 ડિસેમ્બર ખુલશે અને 16 ડિસેમ્બર બંધ થશે. કંપની દ્વારા હજી સુધી આઈપીઓ સાઈઝ અને પ્રાઈસ બેન્ડ વિશે જાણકારી આપી નથી. કંપનીનો શેર BSE SME પર 19 ડિસેમ્બરે લિસ્ટિંગ થશે.

International Gemmological Institute IPO: ઈન્ટરનેશનલ જિમોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટ આઈપીઓ
ઈન્ટરનેશનલ જિમોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટ આઈપીઓ 13 ડિસેમ્બર ખુલવાનો છે. પ્રાઈવેટ ઇક્વિટી ફર્મ બ્લેકસ્ટોનું રોકાણ ધરાવતી ઈન્ટરનેશનલ જિમોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટ કંપની આઈપીઓ હેઠળ 4225 કરોડ રૂપિયા એક્ત્ર કરવાની છે. 4225 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઈસ બેન્ડ 397 – 417 રૂપિયા પ્રતિ શેર છે. મેઇનબોર્ડ સેગમેન્ટ આઈપીઓ 17 ડિસેમ્બર બંધ થયા બાદ શેર BSE અને NSE પર 20 ડિસેમ્બર લિસ્ટિંગ થવાનો છે.

Emerald Tyre Manufacturers IPO : એમરાલ્ડ ટાયર મેન્યુફેક્ચરિંગ આઈપીઓ
એમરાલ્ડ ટાયર મેન્યુફેક્ચરિંગ આઈપીઓ 9 ડિસેમ્બર બંધ થવાનો છે. 5 ડિસેમ્બરે ખુલેલો આઈપીઓ અત્યાર સુધી 114.84 ગણો ભરાયો છે. આઈપીઓ માટે પ્રાઈસ બેન્ડ 90 – 95 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઈઝ 1200 શેર છે. આઈપીઓ શેર લિસ્ટિંગ NSE SME પર 12 ડિસેમ્બરના રોજ થવાનું છે.

Share Listing This Week : આ સપ્તાહે 3 કંપનીના શેર લિસ્ટિંગ થશે
9 ડિસેમ્બરથી શરૂ થનાર નવા સપ્તહ દરમિયાન શેરબજારમાં નવા 3 શેર લિસ્ટિંગ થવાના છે. જેમા 9 ડિસેમ્બરે પ્રોપર્ટી શેર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (Property Share Investment Trust) સ્કીમની યુનિટ્સ BSE પર લિસ્ટિંગ થશે. 11 ડિસેમ્બરે Nisus Finance Services (નિસસ ફાઈનાન્સ સર્વિસિસ)ના શેર BSE SME પર લિસ્ટેડ થવાનો છે. તો 12 ડિસેમ્બરે એમરાલ્ડ ટાયર મેન્યુફેક્ચરિંગ (Emerald Tyre Manufacturers) નો શેર NSE SME પર લિસ્ટેડ થવાનો છે.

Leave a Comment