વિનોદ કાંબલી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી આ દિવસોમાં ફરી ચર્ચામાં છે. હાલમાં જ કાંબલીની પોતાના બાળપણના મિત્ર સચિનને એક ઈવેન્ટ દરમિયાન મુલકાત થઇ હતી. જેને લઈને સોશિયલ મીડિયા પર લોકો વિનોદ કાંબલી વિશે ઘણી ચર્ચાઓકરી રહ્યા છે. વાઈરલ થઈ રહેલા વીડિયોમાં તેમની તબિયત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે તેની સરખામણી સચિન તેંડુલકર સાથે કરવામાં આવી હતી. અને તેને સચિન પછીનો આગામી સ્ટાર ક્રિકેટર કહેવામાં આવતો હતો.
સચિન તેંડુલકર અને વિનોદ કાંબલીની મુલાકાત
વિનોદ કાંબલી પોતાની ખરાબ ટેવો અને રમત પ્રત્યેની બેદરકારીને કારણે થોડી જ સમયમાં આકાશ પરથી જમીન પર પડી ગયો હતો. આજે કાંબલીની હાલત એવી છે કે તે 52 વર્ષની ઉંમરે પણ 75 વર્ષનો દેખાય છે. તાજેતરમાં કોચ રમાકાંત આચરેકરના મેમોરિયલ કાર્યક્રમમાં સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી મળ્યા હતા. આ દરમિયાન સચિને વિનોદ કાંબલી સાથે હાથ મિલાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આજે કાંબલી આર્થિક તંગી સામે જજુમી રહ્યો છે, પરંતુ એક સમયે તે કરોડો રૂપિયાના માલિક હતો. તો આવો જાણીએ આજે તેમની પાસે કેટલી સંપત્તિ છે.
કરોડોની સંપત્તિનો માલિક હતો કાંબલી
સન 1991માં ભારતીય ક્રિકેટ ટીમમાં ડેબ્યુ કર્યું હતું. તેણે પોતાની રમતથી લોકોના દિલ જીતીને તે દિવસોમાં થોડા જ સમયમાં કરોડોની સંપત્તિ બનાવી લીધી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે વિનોદ કાંબલી તેની ક્રિકેટ કારકિર્દીની ટોચ પર હતો ત્યારે તેમની પાસે 1 થી 1.5 મિલિયન ડોલરની સંપત્તિ હતી. પરંતુ વર્ષ 2022માં તેની પાસે વાર્ષિક માત્ર 4 લાખ રૂપિયા બચ્યા હતા.
આ પણ ખાસ વાંચો:
- Pushpa 2 Worldwide Collection: પુષ્પા 2 એ વિશ્વભરમાં કરી 400 કરોડ રુપિયાની કમાણી,તોડ્યા અનેક ફિલ્મોના રેકોર્ડ
- IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
પેન્શન પર જીવનનો આધાર
હાલમાં કાંબલીની હાલત હવે બહુ ખરાબ થઈ ગઈ છે. તેનું જીવન BCCI દ્વારા આપવામાં આવતા પેન્શનમાં જ પસાર થઈ રહ્યું છે. કાંબલીએ પોતે એક જૂના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘મને BCCI દ્વારા 30 હજાર રૂપિયાનું માસિક પેન્શન આપવામાં આવે છે, જેની મદદથી મારું પોતાનું ઘર ચાલી રહ્યું છે.’
વિનોદ કાંબલીની ક્રિકેટ કારકિર્દી
વર્ષ 2009માં કાંબલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી. જ્યારે વર્ષ 2011માં તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. કાંબલી ભારત માટે માત્ર 17 ટેસ્ટ અને 104 વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી શક્યો હતો. ડાબોડી બેટર કાંબલીએ ટેસ્ટમાં 54.20ની સરેરાશથી 1084 રન બનાવ્યા હતા. જેમાં ચાર સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. વન-ડે ઈન્ટરનેશનલમાં તેણે 32.59ની શરેરાશથી 2477 રન બનાવ્યા હતા. કાંબલીએ વન-ડે ઈન્ટરનેશનલમાં બે સદી અને 14 અડધી સદી ફટકારી હતી.