IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ચાર મેચોની T20 સીરિઝની પ્રથમ મેચમાં ભારતે જીત મેળવી છે. ડરબનમાં રમાયેલી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું હતું. સંજુ સેમસને 47 બોલમાં સદી ફટકારી.
ભારતીય યુવાટીમ દ્વારા દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર એક શાનદાર શરૂઆત કરી છે, ભારતીય ટીમે સંજુ સેમસન તેમજ બોલરોના સારા પ્રદર્શનથી વિજયી શરૂઆત કરી છે. અને પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને તેના ઘરમાં 61 રને હરાવ્યું છે અને સીરીઝમાં 1-0 થી આગળ થઇ છે.
IND vs SA 1st T20 March
ભારતની યુવા ટીમ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં સાઉથ આફ્રિકાના પ્રવાસ પર છે,જ્યાં તે ચાર મેચની T20 સિરીઝ યજમાન ટીમ સામે રમશે.
ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા માટે વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસને શાનદાર સદી ફટકારી હતી. અને સંજુ સેમસન દ્વારા ઈતિહાસ રચવામાં આવ્યો હતો, સંજુ સેમસન સતત બે T20 મેચમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેસ્ટમેન બન્યો હતો. આ સિવાય જાણીએ તો અભિષેક શર્માએ ફરીથી એકવાર નિરાશ કર્યા હતા.
તેમજ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા એ સંજુ સેમસનનો સારો સાથ આપ્યો હતો આ સિવાય મિડલ ઓર્ડર બેસ્ટમેન નિષ્ફળ ગયો હતો. અંતે ભારતે દક્ષિણ આફ્રિકાને 20 ઓવરમાં 203 રનનો લક્ષયાંક આપ્યો હતો, જેને પૂરો કરવામાં આફ્રિકન ટીમ નિષ્ફળ રહી હતી.
ભારતે આપેલા 203 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી રહી ન હતી. કેપ્ટન એડન માર્કરામ માત્ર આઠ રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ટ્રિસ્ટન સ્ટબ્સે 11 રન, રેયાન રિક્લેટને 21 રન, હેનરિક ક્લાસને 25 રન, ડેવિડ મિલરે 18 રન અને અંતે માર્કો જેન્સને 12 રન બનાવ્યા હતા.
ભારતીય બોલરની વાત કરીએ તો એકવાર ફરીથી અર્શદીપ દ્વારા સારી સરુઆત કરવામાં આવી હતી અને પ્રથમ એડન માર્ક્ર્મને આઉટ કર્યો હતો. ત્યારબાદ સ્પિનરમાં વરુણ ચક્રવતીએ સારું એવું કમબેક કર્યું હતું તેને એક જ ઓવરમાં હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરને એક જ ઓવરમાં પવેલિયન તરફ મોકલ્યા હતા.
દક્ષિણ આફ્રિકાની ટીમ 17.5 ઓવરમાં 141 રન પર જ સિમિત રહી હતી. ભારત તરફથી વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈને ત્રણ-ત્રણ સફળતા મળી હતી. જ્યારે અવેશ ખાને બે અને અર્શદીપ સિંહે એક વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમે ફરીથી એકવાર સાબિત કર્યું છે કે શા માટે તે T20 માં બાદશાહત ધરાવે છે.