Upcoming IPO : આઈપીઓ માં કમાણીની તક, ડિસેમ્બર 2024માં આવશે 20000 કરોડના 10 પબ્લિક ઇસ્યુ

Upcoming IPO : ડિસેમ્બર 2024માં આઈપીઓ માર્કેટમાં હલચલ રહેશે. ડિસેમ્બરમાં સંભવિત 10 આઈપીઓ આવી રહ્યા છે, જેમા કંપનીઓ 20000 કરોડ રૂપિયા મૂડીબજાર માંથી ઉભા કરશે.

IPO Share Listing In December 2024

શેરબજારના રોકાણકારો માટે ડિસેમ્બર મહિનો બહુ ખાસ રહેવાનો છે. ડિસેમ્બર 2024માં લગભગ 10 કંપનીઓ આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. આ કંપનીઓ આઈપીઓ મારફતે 20000 કરોડ રૂપિયા એક્ત્ર કરવા મૂડીબજારમાં આવશે. ડિસેમ્બરમાં સંભવિત અપકમિંગ આઈપીઓ યાદીમાં મર્ચન્ટ બેન્કરના મતે સુપરમાર્ટ વિશાલ મેગા માર્ટ, બ્લેકસ્ટોનની માલિકી હકવાળી ડાયમંડ ગ્રેડિંગ કંપની, ઈન્ટરનેશનલ જેમોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટ (ઈન્ડિયા) લિમિટેડ સહિત ઘણી જાણીતી કંપનીઓના નામ સામેલ છે

IPO In December 2024 : ડિસેમ્બરમાં 20000 કરોડના 10 આઈપીઓ આવવા સંભવ

ડિસેમ્બરમાં લગભગ 10 કંપનીઓ આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. આ 10 કંપનીઓ સંયુક્ત રીતે મૂડીબજારમાંથી 20000 કરોડ રૂપિયા એક્ત્ર કરી શકે છે. આઈપીઓ લાવનાર કંપનીઓ વિવિધ બિઝનેસ સેક્ટરમાં કાર્યરત હશે અને તેમની આઈપીઓ સાઇઝ પણ અલગ અલગ હશે. આઈપીઓમાં નવા ઇક્વિટી શેર જારી કરવાની સાથે સાથે ઓફર ફોર સેલ પણ હોઇ શકે છે.

Next IPO List In December 2024 : ડિસેમ્બર 2024 સંભવિત આઈપીઓ યાદી

ડિસેમ્બરમાં સંભવિત આઈપીઓ લાવનાર કંપનીઓની યાદીમાં મર્ચન્ટ બેન્કરના મતે સુપરમાર્ટ વિશાલ મેગા માર્ટ, બ્લેકસ્ટોનની માલિકી હકવાળી ડાયમંડ ગ્રેડિંગ કંપની, ઈન્ટરનેશનલ જેમોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટ (ઈન્ડિયા) લિમિટેડ, એજ્યુકેશન ફોક્સ્ડ NBFC અવાંસે ફાઈનાન્સિયલ સર્વિસિસ, ટીપીજી કેપિટલનું મૂડીરોકાણ ધરાવતી સાઈ લાઇફ સાયન્સ, હોસ્પિટલ ચેન ઓપરેટર પારસ હેલ્થકેર અને ઈન્વેસ્ટમેન્ટ બેંક DAM કેપિટલ એડવાઇર્સ જેવા નામ સામેલ છે

Nisus Finance Services IPO : નિસસ ફાઈનાન્સ સર્વિસિસ આઈપીઓ

નિસસ ફાઈનાન્સ સર્વિસિસ લિમિટેડ કંપનીનો આઈપીઓ 4 ડિસેમ્બર ખુલશે અને 6 ડિસેમ્બર બંધ થવાનો છે. કંપનીએ 114.24 કરોડ રૂપિયાના એસએમઇ આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 170 થી 180 રૂપિયા પ્રતિ શેર અને 1 લોટ સાઇઝ 800 શેર છે. આમ આ આઈપીઓમાં સબ્સક્રાઇબ કરવા માટે 1 લોટ દીઠ 144000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ આઈપીઓમાં નવા 56.46 લાખ ઇક્વિટી શેર જારી કરવામાં આવશે અને 7.01 લાખ શેર ઓફર ફોર સેલ હશે. નિસસ ફાઈનાન્સ સર્વિસનો શેર બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર 11 ડિસેમ્બરે લિસ્ટડ થશે.

આ પણ ખાસ વાંચો

Property Share Investment Trust SM REIT IPO : પ્રોપર્ટી શેર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ એસએમ REIT IPO

પ્રોપર્ટી શેર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ એસએમ REIT આઈપીઓ 2 ડિસેમ્બર ખુલશે અને 4 ડિસેમ્બર બંધ થવાનો છે. આ એસએમઇ REIT આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 10 લાખ થી 10.5 લાખ રૂપિયા પ્રતિ યુનિટ નક્કી કરી છે. પ્રોપર્ટી શેર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ભારતનું પ્રથમ રજિસ્ટર્ડ સ્મોલ અને મીડિયમ રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REIT) છે. આ REITના યુનિટ 9 ડિસેમ્બરથી બીએસઇ અને એનએસઇના એસએમઇ પ્લેટફોર્મ પર ટ્રેડિંગ માટે ઉપલબ્ધ હશે.

Emerald Tyre Manufacturers IPO : એમેરાલ્ડ ટાયર મેન્યુફેક્ચરર્સનો આઈપીઓ

એમેરાલ્ડ ટાયર મેન્યુફેક્ચરર્સ આઈપીઓ 5 ડિસેમ્બર ખુલશે અને 9 ડિસેમ્બર બંધ થવાનો છે. 49.26 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 90 -95 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. આઈપીઓ લોટ સાઇઝ 1200 શેર છે. આમ એસએમઇ આઈપીઓમાં રોકાણ માટે 114000 રૂપિયાની જરૂર પડશે. આઈપીઓ હેઠળ કંપની નવા 49.86 લાખ ઇક્વિટી શેર જારી કરશે અને 1.99 લાખ ઇક્વિટી શેર ઓફર ફોર સેલ હશે.એમરાલ્ડ ટાયર મેન્યુફેક્ચરર્સ આઈપીઓનો શેર 12 ડિસેમ્બરે એનએસઇ એસએમઇ પર લિસ્ટિંગ થશે.

ડિસેમ્બર 2024ના સંભવિત આઈપીઓમાં વિશાલ મેગા માર્ટ આઈપીઓ સામેલ છે. અપડેટેડ DRHP મુજબ વિશાલ મેગા માર્ટ કંપની 8000 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવી શકે છે. ઈન્ટરનેશનલ જેમોલિજિકલ ઈન્સ્ટિટ્યૂટ (ઈન્ડિયા) આઈપીઓ મારફતે 4000 કરોડ રૂપિયા એક્ત્ર કરી શકે છે.

(Disclaimer: આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ અને તારીખ વિશેની જાણકારી સંભવિત છે, તેમાં ફેરફાર થઇ શકે છે. અહીં માત્ર જાણકારી માટે માહિતી રજૂ કરવામાં આવી છે.GujTimes ગુજરાતી રોકાણની સલાહ આપતું નથી. બજાર રોકાણને આધિન છે. રોકાણ કરવાની પહેલા એક્સપર્ટ્સ પાસેથી સલાહ લેવી.)

Leave a Comment